UCC સંસ્કૃતિ પર તરાપ સમાન કાયદો
આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ કાયદાને પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ સમાન કાયદો ગણાવ્યો છે. આદિવાસી સમાજ,માલધારી સમાજ જેવા વિવિધ સમાજમાં 80 ટકા ઘરેલુ ઝઘડાના વિવાદોને સમાજના આગેવાનો સુલજાવી લે છે.આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ છે અને પોતાના રીતે રિવાજો છે.આ બધા નિયમો યુસીસી આવ્યા બાદ ખતમ થઈ જશે. UCC ભાજપનું એક નાટક છે.ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ કાયદો અડચણરૂપ થવાનો છે.તેમણે વધુમાં કહ્યું ગુજરાતમાં આદિવાસી સમાજની 27 સીટો છે જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં 27 સીટો પર ઘુસી પણ નહીં શકે.વસ્તુને હિંદુ મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. કામ કરો અને કામના નામે મત માંગો. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ લોકોને યુનિફોર્મ સિવિલ કોડ દેખાય છે. હવે ફેબ્રુઆરી 2026માં મહાનગરપાલિકા ચૂંટણીના સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ઓક્ટોબર કે નવેમ્બર 2027માં ફરીથી વિધાનસભા ચૂંટણી પહેલા આ યુસીસીનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
UCC ભાજપનું એક નાટક
ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું ભાજપને મોંઘવારીથી કોઈ લેવાદેવા નથી, બેરોજગારીથી કોઈ લેવાદેવા નથી, ભાજપને ભરતી નથી કરવી અને ખેડૂતોને ભાવ પણ નથી આપવા, ભાજપ વંચિતો શોષિતોને ન્યાય નથી આપવા માંગતો, તેઓને લોકોના સરઘસ કાઢવા છે, વાવાઝોડા કે પૂરમાં આખા આખા નગર તરતા હોય તેમ છતાં પણ ભાજપને તેની કોઈ ચિંતા હોતી નથી. ભાજપના એક પણ નેતા કે મંત્રીમાં આવડત નથી કે તેઓ ગુજરાત ચલાવી શકે, માટે તેઓ આ રીતના ગતકડા કરતા રહે છે જેના કારણે તેઓની ગાડી ચાલતી રહે.જો આ કાયદો સમાજને નડતરરૂપ થશે તો આપ કાયદાનો વિરોધ કરશે.