Junagadh: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા અને સામાન્ય ચૂંટણીની રાહ જોવાતી હતી.ત્યારે ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે.
આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ કરી હતી
જૂનાગઢમાં મનપા અને જિલ્લાની 6 નગર પાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ નેતા રેશ્મા પટેલ,,રાજુ બોરખતરિયા અને પરેશ ગોસ્વામી હાજર રહ્યા હતા. ચૂંટણીને લઈ આપ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આગામી મનપા ચૂંટણીમાં જીતી શકે તેવા મજબૂત ઉમેદવારને ઉતારશે.આ ઉપરાંત જુનાગઢ આમ આદમી પાર્ટીએ રણનિતી પણ તૈયાર પણ કરી દિધી છે.
18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે
આપ પાર્ટી મેંનીફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરાશે.આ ઉપરાંત જિલ્લાની 6 નગર પાલિકામાં આપ પાર્ટી ચૂંટણી લડશે તે અંગે સ્પષ્ટતા કરી હતી.મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાની બાટવા, માણાવદર, વંથલી, વિસાવદર, ચોરવાડ અને માંગરોળ નગર પાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે.આપે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું ભાજપના શાસનમાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.