Gujarat Politics: ઇસુદાન ગઢવીનો હૂંકાર, આખા ગુજરાતમાં ચાલશે AAPની આંધી

AAP Organizing Parivartan sankalp sabha on Gujarat Foundation Day

ગુજરાતની જનતા બીજેપી શાસન માં આર્થિક રીતે પાયમાલ થઈ: ઇસુદાન ગઢવી
ખેડૂત, વ્યાપાર, રોજગાર બીજેપી રાજમાં બરબાદ થયા : ઇસુદાન ગઢવી
ગુજરાતમાં બીજેપી શાસનમાં ક્રાઈમ રેટ વધ્યો, મહિલાઓ, વેપારીઓ અસુરક્ષિત : ઇસુદાન ગઢવી

Politcis News: ગુજરાતમાં બીજેપીના રાજમાં ખેડૂત, વ્યાપાર, રોજગાર બરબાદ થયા હોવાનું જણાવી ‘ગુજરાત સ્થાપના દિન’ પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રુમખ ઇસુદાન ગઢવીએ ગુજરાતની સુખ, સમૃદ્ધિ, સુરક્ષા માટે એક દિવસના ઉપવાસનું આયોજન કર્યું છે. રાજ્યમાં અંદાજે 500-1000થી વધુ જગ્યાએ એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન થશે. જેમાં તેમણે જાહેર જનતાને પણ આમંત્રણ આપ્યું છે.

ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતો , ધંધા રોજગાર બરબાદ થઈ ગયા, ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે, બાળકોના ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતી, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે 1લી મે ને ‘ગુજરાત સ્થાપના દિન’ દિવસે પ્રદેશ લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે અને કુલ મળીને 500-1000થી વધુ જગ્યાએ એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન કરશે.

આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ અમે આમંત્રણ આપીશું. અમે જનતાને આમંત્રણ આપીશું અને કહીશું કે આવો આપણે સાથે મળીને એક દિવસનો ઉપવાસ કરીએ કારણ કે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ આપણે કંઈ કરી શકતા નથી તેના પ્રાયશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસ યોજીશું. ત્યારબાદ સાંજે ‘પરિવર્તન સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવશે અને અમદાવાદથી તેની શરૂઆત થશે, ત્યારબાદ 182 વિધાનસભામાં તબક્કાવાર ‘પરિવર્તન સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના લોકો અને સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે, સુરક્ષા માટે, ખેડૂતોને પૂરતા ભાવ મળે અને લોકોને ન્યાય મળે ગરીબો વંચિતો શોષિતોને તેમના હક અધિકાર મળે સુરક્ષા મળે, તે માટે સંકલ્પ લેશે. પ્રતિક ઉપવાસ કર્યા બાદ સાંજે પારણા કરીશું અને ત્યારબાદ સંકલ્પ લેવામાં આવશે. ગુજરાતની જનતા પોતે આ સંકલ્પે તેવી પણ હું વિનંતી કરું છું.

જે લોકો પર અત્યાચાર થયો હોય, જેમના પર ભાજપે ત્રાસ વર્તાવ્યો આવ્યો હોય, કે પછી ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામથી લઈને શહેરના કોઈપણ વ્યક્તિને પરેશાન કર્યા હોય, હોસ્પિટલમાં મુશ્કેલી હોય કે જાતિના દાખલામાં કે જનમના દાખલામાં મુશ્કેલી પડી હોય કે ન્યાય ન મળે હોય તે તમામ લોકોએ પરિવર્તન સંકલ્પ સભામાં અને ઉપવાસ આંદોલનમાં જોડાવું જોઈએ. ગુજરાત માંગે પરિવર્તન હેશટેગ સાથે તમામ કાર્યક્રમોનું તમામ 500થી 1000 જગ્યાએથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા Facebook લાઈવ કરવામાં આવશે. 30 તારીખે પણ Facebook લાઇવ કરીને લોકોને આમંત્રિત કરવામાં આવશે.

ગુજરાતના તમામ લોકોને હું કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી કરું છું કારણકે ગુજરાતના લોકોને ન્યાય નથી મળી રહ્યો, વેપારીઓને ન્યાય નથી મળી રહ્યો, વેપારીઓ અસુરક્ષિત છે, કર્મચારીઓ અસુરક્ષિત છે, કર્મચારીઓ પર લાઠીચાર્જ થઇ રહ્યો છે, ચારે બાજુએથી ભાજપના નેતા અને મળતીયાઓએ ગુજરાતને બાનમાં લીધું છે. માતા બેન દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે. આ બધા અન્યાય અને અત્યાચાર માટે પ્રાયશ્ચિત કરવા માટે અને નવી શરૂઆતનું એલાન કરવા માટે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા સામાન્ય જનતા સાથે મળીને પરિવર્તન માટે સજ્જ થઈને ઉપવાસ કરશે અને પરિવર્તન સંકલ્પ સભા તમામ 182 વિધાનસભામાં યોજાશે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top