આપ MLA હેમંત ખવાએ વાવ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધનના આપ્યા સંકેત, ભાજપની ચિંતતામાં થયો વધારો

બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. આપના ધારાસભ્ય હેંમત ખવાએ ગઠબંધનના સંકેત આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપને હરાવવા માટે એમ એક થઈને ચૂંટણી લડશું તો ભાજપને હરાવી શકાય છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર કટાક્ષ પણ કર્યા હતા. હેંમત ખવાએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય હાઈકમાન્ડે લેવાનો છે. પરંતુ મારો આ અંગત મત હું વ્યકત કરૂ છું

aap MLA હેમંત ખવાએ ગઠબંધનના આપ્યા સંકેત
આપના આ નિવેદનથી કોંગ્રેસને રાહત મળી છે. જો આ બંન્ને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદાવારના નામ નક્કી કરી દીધા છે. આવામાં આપ તરફથી આ નિવેદન કોંગ્રેસ માટે સારા સમાચાર છે.

 

કોંગ્રેસના સંભવિત ઉમેદવાર

માં કે.પી.ગઢવી
ગુલાબસિંહ રાજપૂત
ઠાકરશીભાઈ રબારી
માવજી પટેલ

ભાજપના સંભવિત ઉમેદવાર
સ્વરૂપજી ઠાકોર
તારાબેન ઠાકોર
અમથુજી ઠાકોર
કરશનજી ઠાકોર
ગગજી ઠાકોર
વીરાજી ઠાકોર
દિલીપ વાઘેલા
રજનીશ ચૌધરી
મુકેશ ઠાકોર
શૈલેષ ચૌધરી

Scroll to Top