Chaitar Vasava: 5 ઓગસ્ટ સુધી જેલવાસ યથાવત!

Chaitar Vasava

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasava ને વધુ એક ઝટકો લાગ્યો છે. Gujarat High Court માં તેમના જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ સરકાર પક્ષના વકીલ દ્વારા સમય માગતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. હવે આ અરજીની આગળની સુનાવણી 5 ઓગસ્ટે થશે.

ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે Chaitar Vasava સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપો મુજબ, ATVTની બેઠક દરમિયાન ચૈતર વસાવાએ મહિલા પ્રમુખને અપશબ્દો કહ્યા હતા તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો – Yuvrajsinh Jadeja: ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ મુદ્દે આંદોલનના એંધાણ!

આ પહેલા, મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટે પણ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. આમ, હવે સુધી ધારાસભ્યને કોઈ કાનૂની રાહત મળતી દેખાતી નથી અને તેમને હજુ જેલમાં જ રહેશે. આ મામલે હવે તમામ રાજકીય અને સામાજિક વર્ગોની નજર 5 ઓગસ્ટે થનારી સુનાવણી પર ટકી ગઈ છે.

Scroll to Top