Dahod ની ઘટનાને લઈ ગૃહમંત્રી આપે રાજૂનામું, AAP નેતાએ કરી માંગ

Dahod: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. અર્ધનગ્ન હાલતમાં મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. હાલ તો આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.આ પરણિત મહિલા તેના પ્રેમીના મળવા ગઈ હતી. આ દરમિયાન ગામના લોકોએ તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢી તેનુ સરઘસ કાઢ્યું હતું.આ સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (isudan gadhvi) એ ખુબ જ દુખ વ્યકત કર્યું હતું.

અર્ધનગ્ન હાલતમાં મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું

ઈસુદાન ગઢવી (isudan gadhvi)  એ સમગ્ર ઘટનાને લઈ કહ્યું ગુજરાતમાં પણ મણીપુર જેવી ઘટના ઘટી છે. ગુજરાતના દાહોદ (Dahod) ના સંજેલીમાં એક મહિલાનું અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું. ત્યારે જનતાને સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા કઈ હદે પહોંચી ગઈ છે? જ્યારે એક મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી હતી. એ જ રીતે ગુજરાતમાં અર્ધનગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી છે.

ગુજરાતમાં પણ મણીપુર જેવી ઘટના ઘટી

સરકાર સામે આક્ષેપ કરતા ક્હ્યું ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ચૂંટણીઓ લડવી અને જીતવી એક બાબત છે પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અપાવવો અને શું સુસજ્જ વ્યવસ્થા આપવી એ એક અલગ બાબત છે? આ સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. ગુજરાતમાં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે, પરંતુ હવે તો મહિલાઓની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરવામાં આવી રહી છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.

 

 

Scroll to Top