AAP Gujrat: સૌરાષ્ટ્ર ભાજપમાં મોટો ભૂકંપ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું મોટું ઓપરેશન

Local Body Election: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટીએ તૈયારી ચાલુ કરી છે. જ્યારે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ચતુષ્કોણય બનવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમે વિવિધ પક્ષમાં અફરા તફરી મચી ગઈ છે.ત્યારે જૂનાગઢના માંગરોળમાં ભાજપના 150થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા હતા.
તેના કારણે ભાજપમાં ફટકો પડ્યો હતો.

માંગરોળમાં ભાજપમાં ભડકો

રબારી સમાજના પીઢ આગેવાન રામભાઈ ચાવડા,ધોબી સમાજના યુવા તથા સામાજિક કાર્યકર પ્રતાપ પરમાર તથા કોળી સમાજના આગેવાન પત્રકાર યોગેશ ડાકી,કારડીયા રાજપૂત સમાજ યુવા નેતા અને માંગરોળનાં યુવાનોમાં મોટી લોક ચાહના છે એવા ક્રિકેટર ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ તમામ લોકોએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. ભાજપ માટે વર્ષોથી કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારૂ કોઈ સાંભળતું નથી. તેના કારણે અમે પાર્ટી છોડી રહ્યા છીએ.

વડોદરાના કરજણમાં ભાજપમાં ભંગાણ

વડોદરાની કરજણ નગર પાલિકામાં ભાજપમાં મોટુ ભંગાણ. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

 

 

 

Scroll to Top