AAP Gujrat: સ્થાનિક ચૂંટણી માટે આપ પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી કરી જાહેર

AAP Gujrat: આ સ્ટાર પ્રચારકની યાદી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body elaction) માં આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાનું જાહેરાત કરવામાં આવી હતી.

આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાનું નામ મુખ્ય પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ખેડૂત નેતા પરેશ ગોસ્વામીને પ્રચારક બનાવ્યા
ફ્રંટલ પ્રદેશ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ખેડૂત નેતા પરેશ ગોસ્વામી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, કાર્યકારી પ્રમુખ ડૉ.રમેશ ચૌધરી, કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલનું નામ પણ મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

 

 

Scroll to Top