Aap Gujrat: ઇસુદાન ગઢવીના ભાજપ પર આક્રર પ્રહાર, કારણ જાણીને ચોકી જશો

 Aap Gujrat: આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (isudan Gadhavi) એ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ટીસીસી કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્રએ ખેડૂતો અને માલધારી સમાજના લોકો પર જે અત્યાચાર કર્યો છે. તેમણે કહ્યું ભલે હું ખંભાળિયા વિધાનસભામાં ચૂંટાયો નહીં પરંતુ આજે પણ હું ખંભાળિયાના લોકો માટે હંમેશા ઊભો છું. ભાજપના લોકો માલધારી સમાજ (maldhari samaj) ની જમીનો ઝૂંટવી લેવા માટે બેઠા છે. ભાજપના લોકોને ટીસીસી કંપની મલાઈ આપતી હશે તો શું તેના કારણે તેઓ લેન્ડ ગ્રેબીંગ કરશે?

જરા પણ સહન કરવામાં આવશે નહિ

દ્વારકા જિલ્લાને વારંવાર લૂંટવામાં આવ્યો છે, પોર્ટ, જમીન, ખનીજ એમ અનેક જગ્યાએ દ્વારકા જિલ્લા પર લૂંટ ચલાવવામાં આવી છે. આને જરા પણ સહન કરવામાં આવશે નહિ. સમગ્ર દ્વારકા જિલ્લા સાથે અને માલધારી સમાજના લોકો સાથે અમે ઊભા છીએ. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે માલધારી સમાજ (maldhari samaj) પર કરવામાં આવેલા અત્યાચાર વિરૂદ્ધ આવેદનપત્ર આપશે અને કાર્યક્રમ કરશે.

અગામી સમયમાં આપ ઉપવાસ પર ઉતરશે

જો તંત્રએ TCC કંપની વિરુદ્ધ પગલાં ન લીધા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે. અને જો તંત્રએ માલધારી સમાજ અને ખેડૂતોને પરેશાન કર્યા તો આવનારા સમયમાં તંત્રના તમામ ભ્રષ્ટાચારો ખોલવામાં આવશે. આ ઉપરાંત ઇસુદાન ગઢવી (isudan Gadhavi) ઉપવાસ પર ઉતરશે. તથા વિવિધ વિસ્તારમાં આંદલન, ધરણા અને સભાનું આયોજન કરવામાં આવશે.

Scroll to Top