- મુંડકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય
- દિલ્લીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો
- દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત
Delhi Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા અને પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ડૉ.સુખબીર સિંહ દલાલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. સુખબીર સિંહ 2015 થી 2020 સુધી મુંડકા વિધાનસભાથી AAPના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જમ્મુ ભાજપના (BJP) સહ પ્રભારી આશિષ સૂદે સુખબીર સિંહને ભાજપ (BJP) નું સભ્યપદ આપતાં કહ્યું કે સુખબીર અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા છે.
મુંડકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય
સુખબીર સિંહ દલાલ ઉપરાંત સરદાર બલબીર સિંહ પણ ભાજપ (BJP) માં જોડાયા છે. બલબીર સિંહ 6 વખત દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGPC)ના ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 1995 થી વિવેક વિહાર પૂર્વ દિલ્હીથી DSGPCના સભ્ય છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની તમામ 70 સીટો માટે વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2025 કે તે પહેલા યોજાવાની છે. દિલ્હીના ચૂંટણી રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીથી રાજધાનીમાં ભાજપ (BJP) કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો જામ્યો છે.
કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો
છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યમાં સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 બેઠકો જીતી હતી.