Arvind Kejriwal ની કાર પર પથ્થરમારો,AAPનો મોટો આરોપ

Arvind Kejriwal: દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા માહોલ ગરમાયો છે. અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પ્રસાર દરમિયાન પથ્થર વડે હુમલો થયો હતો.આમ આદમી પાર્ટીના નેતાએ આરોપ લગાવતા કહ્યું નવી દિલ્હીના ઉમેદવાર પ્રવેશ વર્મા (parvesh verma) એ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો.AAPનો દાવો છે કે નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર દરમિયાન તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલ પર કર્યો પથ્થરોથી હુમલો

આમ આદમી પાર્ટીએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર કથિત હુમલાનો વીડિયો શરે કરતા લખ્યું હારના ડરથી ભાજપમાં ગભરાટ ફેલાઈ ગયો છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર ભાજપે તેના ગુંડાઓ દ્રારા હુમલો કરાવ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા (parvesh verma) ના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેઓ ચૂંટણીમાં પ્રચાર કરી શકે નહીં.દિલ્હીની જનતા તમને જડબાતોડ જવાબ આપશે.

નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ત્રિકોણીય જંગ

અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે આ સીટ પરથી પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે. નવી દિલ્હી એવી સીટ છે કે જ્યાંથી કેજરીવાલ ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા રહ્યા છે, પરંતુ આ વખતે હરીફાઈ ત્રિકોણીય તેમજ હરીફાઈભરી હોય તેવું લાગી રહ્યું છે.

 

Scroll to Top