AAP: આપ પાર્ટીએ ગુજરાતમાં કેન્ડલ માર્ચ યોજી, મુખ્યમંત્રી ઝઘડિયાની ઘટના પર મૌન

– 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું
– કલકત્તાની ઘટના પર ધરણા પર બેસનાર મુખ્યમંત્રી ગુજરાતની ઘટના પર મૌન છે
– મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થાને સંભાળવામાં સદંતર નિષ્ફળ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેમાં બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું. તેમ છતાં ગુજરાતની નિર્ભયાએ આખરે જીવ છોડી દીધો હતો. GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી.

10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું

આ ઘટના પર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા મથક પર મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જીલ્લામાં કેંડલમાર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો તથા સ્થાનિક લોકોને ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળીને દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

કલકત્તાની ઘટના પર ધરણા પર બેસનાર મુખ્યમંત્રી ગુજરાતની ઘટના પર મૌન છે

આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છેલ્લા કેટલાક મહિનાથી 20 થી 25 વિવિધ ઘટનાઓ ઘટી છે. જેમા નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓની ઘટના સામે આવી છે. જ્યારે કલકત્તામાં એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી હતી ત્યારે મુખ્યમંત્રી ધરણા પર બેઠા હતા, પરંતુ આજે ગુજરાતની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી અને તેની મોત થઈ ગઈ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી મૌન બનીને બેઠા છે.મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થાને સંભાળવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે.ગુજરાતની ભાજપ સરકાર પર બુલકુલ વિશ્વાસ રહ્યો નથી.

Scroll to Top