ગુજરાતમાં જંત્રી (Jantri) ને લઈ સતત વિરોધ થઈ રહ્યો છે.ત્યારે આપ પાર્ટીએ ખેડૂતો, વિકાસકર્તાઓ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લાભ માટે જંત્રી (Jantri) ના દરો,સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મહેસુલ મંત્રીને આવેદનપત્ર આપ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રદેશના નેતાઓ,જિલ્લા અને તાલુકાના સ્થાનિક પદાધિકારીઓ,તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મહેસુલ મંત્રીને આવેદનપત્ર આપ્યું
આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે, વર્તમાન જંત્રીના દરો,સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચો દ્વારા ઉદ્ભવતા નોંધપાત્ર પડકારો અંગે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.જ્યારે રિયલ એસ્ટેટ વેલ્યુએશન (Real Estate Valuation) ને સુવ્યવસ્થિત કરવા અને આવકમાં વધારો કરવાના હેતુથી, નાણાકીય અવરોધો ઉભી કરે છે. હાઉસિંગની પોષણક્ષમતાને નબળી પાડે છે, વિકાસ પ્રોજેક્ટને અવરોધે છે. વ્યાપક અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે. આ પત્ર ડેટા દ્વારા સમર્થિત મુદ્દાઓનું વિશ્લેષણ પ્રદાન કરે છે અને સુધારા માટે ભલામણો રજૂ કરે છે જેનાથી તમામ હિતધારકોને ફાયદો થશે.
અર્થતંત્ર પર નકારાત્મક અસર કરશે
આને લઈ પ્રસ્તાવિત પરિવર્તન ન માત્ર વ્યક્તિગત ખરીદનાર અને ડેવલપરો માટે ખુબ જ ફાયદાકારક થવાનું છે. પરંતુ રાજ્યના આર્થિક વિકાસ અને સામાજિક સમાનતામાં પણ નોંધપાત્ર ફાળો આપશે. હાલની નીતિઓ, હિતભાવ રાખતી હોવા છતાં, પરવડતી હાઉસિંગ, રિયલ એસ્ટેટ વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે તકો સામે પડકાર ઉભા થાય છે. આપેલા સુધારાઓ અમલમાં લાવવા માટે સરકાર સમાન વિકાસ અને વધારેલી આવક અને નાગરિક સુખાકારીના લક્ષ્યો હાંસલ કરી શકશે.



