Amreli Congress: થોડા દિવસ પહેલા અમરેલી (Amreli) માં ધારાસભ્ય કૌશીક વેકરીયા સામે પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં કૌશીક વેકરીયાને બદનામ કરવા તેમની સામે ડુપ્લીકેટ લેટર પેડ બનાવી 40 લાખનો પોલીસ પાસેથી હપ્તો લીધો અને ગામડે ગામડે દારુ વેચી રહ્યા છે.આવા આક્ષેપ કર્યા હતા.આ મુદ્દે પોલાીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભાજપના નેતાએ કાવતરું ઘડિયું હતું.પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી.જેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.આ સમગ્ર લેટરકાંડમાં ઓફિસમાં કામ કરતી પટેલ સમાજની છોકરી જે ઓપરેટર તરીકે કામ કરતી હતી. તેને કહેવા પ્રમાણે લેટર ટાઈપ કર્યો હતો. જેનું પોલીસે રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરી અમરેલી શહેર ના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢવામાં આવ્યું હતું.
પ્રતાપ દુધાતે નરેશ પટેલને પત્ર લખ્યો
આ મામલે સાવરકુંડલા અને અમરેલી (Amreli) જીલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે (Pratap Dudhat) નરેશ પટેલનને લેટર લખ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમરેલી (Amreli) જીલ્લામાં એક ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયેલ જે પૈકી પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. જેને માલિક ના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી જેઓને કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો પોતે પોતાના માલિક કે કહ્યું તે પ્રમાણે ટાઈપ કરી આપ્યું હતું. ગુન્હેગાર બનાવી અને પોલીસ રાત્રે 12:૦૦ કલાકે આ દીકરીને ઘરે થી ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તાપર સરઘસના રૂપમાં કાઢીને આ ભાજપના પટેલ સમાજના જ આગેવાનો પોતાનો અહમ સંતોષવા આવા કૃત્ય કરી રહ્યા છે. અમરેલી જીલ્લામાં ગુન્હેગાર બેફામ દારૂ, ખનીજ ચોરી, હત્યાઓ વગેરે ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે. તેના પર પોલીસ ક્યારેય સરઘસ કાઢેલું નથી. બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમો મુજબ એક મહિલા ગુન્હેગાર હોય તો પણ તેમનું સરઘસ અને ફોટા પણ વાઈરલ કરી શકાય નહીં.એક મહિલાને રાત્રીના સમયે તેમની ધરપકડ ના કરવી તે બંધારણીય જોગવાઈ છે.
અમરેલીના રાજકારણમાં ખળભળાટ
આ લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવામાં આવી તેના કારણે સમગ્ર અમરેલી (Amreli) પંથકમાં રાજકારણ ગરમાયું છે. હાલતો આ પત્ર વાયરલ થયા બાદ ન માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત (Pratap Dudhat) સહિત અનેક નેતા અને સમાજ અગ્રણીઓએ વાંધો ઉઢાવ્યો છે. હવે અગામી સમયમાં જવાબદાર અધિકાર સામે કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.