રાજ્યસભામાંથી મળ્યા પૈસા, કોંગ્રેસના આ નેતાનું નામ સામે આવ્યું

ભારતના ઈતિહાસમાં અત્યારસુધીમાં ક્યારેઈ પણ ન બની હોય તેવી ઘટના બની છે. રાજ્યસભાના સાંસદમાં કોંગ્રેસની બેન્ચ પર ચલણી નોટોનું બડલ જોવા મળતા વિવાદ સર્જાયો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદિપ ધનખડે ગૃહમાં આ વાત ઉજાગર કરી હતી. તેમણે કહ્યું કે આ ખુબ જ ગંભીર ઘટના છે. તેની તટસ્થ તપાસ થવી જોઈએ.

સીટ નંબર 222 પરથી રોકડા પૈસા મળી આવ્યા

સમગ્ર ઘટના ગઈકાલે (5-12-24)ના રોજ બની હતી. રાજ્યસભાની કાર્યવાહી પૂરી થયા બાદ સુરક્ષા અધિકારીઓએ ગૃહના અધ્યક્ષને જાણ કરી કરે સીટ નંબર 222 પરથી રોકડા પૈસા મળી આવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે તેલંગાણાના સાંસદ અભિષેક મનૂ સિંઘવીને આપવામાં આવેલી છે. જગદિપ ધનખેડે આ ઘટના પર તપાસ કરવાના આદેશ આપ્યા છે.

શાસક પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો

આ સમગ્ર ઘટનાની અધ્યક્ષે ગૃહમાં વાત કરી તો સાંસદોએ હંગામો ચાલુ કરી દિધો હતો. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું સમગ્ર ઘટનાની તપાસ થાય અને જ્યા સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે તેનું નામ ન લેવું જોઈએ નહી. મલ્લિકાર્જુનના નિવેદન પછી શાસક પક્ષના સાંસદોએ હોબાળો
મચાવ્યો હતો. ખડગેએ કહ્યું કે આવું ચીલર કામ કરીને દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે.

અભિષેક મનુ સિંઘવીએ તમામ વાતને રદિયો આપ્યો

અભિષેક મનુ સિંઘવીએ તમામ વાતનો છેદ ઉડાડતા કહ્યું હું જ્યારે રાજ્યસભા માટે ઘરેથી નિકળું ત્યારે મારી પાસે માત્ર 500 રૂપિયા જ હોય છે. કાલની ઘટના પર તેમણે કહ્યું હું એક વાગ્યે ગૃહમાં પહોચ્યો અને 1.30 મિનીટે કેન્ટીનમાં અવધેશ પ્રસાદ સાથે બેઠો અને પછી સાંસદમાંથી બહાર નીકળી હયો હતો. કોઈની પાસે આ અંગે વધારે માહિતી હોય તો મને જણાવજો.

Scroll to Top