સૌથી મોટા સમાધાનના સંકેત, પ્રવીણ તોગડિયાની ઘરવાપસી પર મોટો ખુલાસો

નાગપુરથી અત્યારસુધીના સૌથી મોટા સમાધાનના સંકેત સામે આવી રહ્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીથી દૂર થઇ ગયેલા પ્રવીણ તોગડીયાની ફરી રી-એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. તેનું કારણ છે ભાજપના દિગ્ગ્જ નેતા સાથેની પ્રવીણ તોગડીયાની મુલાકાત. જી હા, ભાજપના દિગ્ગજ નેતા અને સંઘના ખુબ નજીકના એવા નીતિન ગડકરી વચ્ચે મુલાકાત થઇ છે. ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે, પ્રવીણ તોગડીયા ફરી વિશ્વ હિન્દૂ પરિષદમાં રી-એન્ટ્રી કરી શકે છે.

હિન્દુત્વના મુદ્દે હંમેશા ફ્રન્ટ પર રહે છે પ્રવીણ તોગડીયા

લાંબા સમયગાળાથી પ્રવીણ તોગડીયા ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દૂ પરિષદથી દૂર હતા. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદથી તેઓ પોતાનો પક્ષ ચલાવી રહ્યા હતા. પરંતુ હવે પ્રવીણ તોગડીયા અને સંઘ વચ્ચે મંત્રણાઓ શરૂ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગડકરી સાથે મુલાકાત કર્યા બાદ પ્રવીણ તોગડીયા RSS હેડક્વાર્ટર પહોંચ્યા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે, કોને કોની જરૂર પડી? કારણ કે, છેલ્લા ઘણા સમયથી પ્રવીણ તોગડીયા મૌન હતા. જોકે, જયારે હિન્દુત્વની વાત આવે ત્યારે તેઓ હંમેશા ફ્રન્ટ પર રહે છે અને ખુલીને બોલે છે. ત્યારે હવે આ મુલાકાતને લઈને ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેઓ VHPમાં એન્ટ્રી કરી શકે છે.

ના ચૂંટણી લડ્યા કે ના લીધો કોઈ હોદ્દો

પ્રવીણ તોગડીયા વ્યવસાયે ડોક્ટર છે. જોકે, તેમને 20 વર્ષથી પ્રેક્ટિસ છોડી દીધી છે. પરંતુ તે પહેલા ધન્વંતરિ હોસ્પિટલમાં વર્ષો સુધી પ્રેક્ટિસ કરી જનસેવા કરી. ત્યારબાદ હિન્દૂત્વનો ચહેરો બન્યા. ગોધરા અને રામમંદિર જેવા અનેક મુદ્દાઓ પર તેઓ હંમેશા ફ્રન્ટ પર રહ્યા છે. જોકે, છેલ્લા ઘણા સમયથી તેઓ VHPથી દૂર રહ્યા. તેમણે ના તો ચૂંટણી લડી છે કે ના કોઈ હોદ્દો લીધો છે. તેઓ તેમના પરિવારથી પણ દૂર રહે છે અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનું કામ કરે છે. જેને લઈને તેમને સ્પષ્ટતા પણ કરી લીધી છે. તેમને સ્પષ્ટપણે કહી દીધું છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનું વિલીનીકરણ નહીં થવા દે. તે પક્ષ તેમનો મજબૂત રાખશે. હવે તેમણે કેમ આવું કહ્યું? તેની પર તમે જ વિચાર કરજો.

કોને કોની જરૂર પડી?

અહીં એક પ્રશ્ન મોટો થાય છે કે, કોને કોની જરૂર પડી? શું પ્રવીણ તોગડીયાને ભાજપ અને RSSની જરૂર પડી? કે પછી ભાજપ અને RSSને તોગડીયાની જરૂર પડી. કારણ કે, ભાજપની છબી હિન્દુત્વની છે. તે વચ્ચે પ્રવીણ તોગડીયાનું દૂર રહેવું ક્યાંક ભાજપને પોસાય તેમ લાગતું નથી. જયારે બીજી તરફ પ્રવીણ તોગડીયાને પણ કદાચ એવું હોઈ શકે કે જો તેઓ ભાજપ સાથે રહેશે તો હિન્દુત્વને લગતા મુદ્દાઓ પર સાથે રહીને કામ કરાવી શકશે. છોડો જે હોય એ. તમને શું લાગે છે? તે તમે આ વિડીયોની કોમેન્ટમાં જણાવો. વિડીયો માટે અહીં ક્લિક કરો.

Scroll to Top