Devayat Khavad: દેવાયત ખવડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાંગોદર પોલીસ દેવાયત ખવડેની ફરીયાદ ન નોંધતા ખવડ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે. દેવાયત ખવડના વકીલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દાખલ કરાવી હતી.થોડા દિવસ પહેલા દેવાયત ખવડની ગાડી મળી રહી નથી. જ્યારે ગાડી ન મળતા દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.હવે આનંદ યાજ્ઞિકે ન્યુઝ રૂમ ગુજરાતને ખાસ ઈન્ટરવ્યુ આપ્યું છે.
શું કહ્યું આનંદ યાજ્ઞિકે
આનંદ યાજ્ઞિકે ન્યુઝ રૂમ ગુજરાતના ઈન્ટરવ્યુંમાં કહ્યું દેવાયત ખવડે ભગવતસિંહજીના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગેરહાજર રહી નૈતિક ભૂલ કરી છે.તેના વકીલ તરીકે સ્વીકારીને આ કેસ હાથમાં લીધો છે.ચાર મહિના પહેલા ખવડે ભગવતસિંહજીને ત્યા ડાયરા કર્યા હતા.દેવાયતના નિવેદન પ્રમાણે પૈસાની લેતા દેતી થઈ નથી.તે ગાડીમાં 5 લાખ રૂપીયા હતા.જ્યારે કાનો ત્યાંથી નિકળ્યો હતો ત્યારે ભગવતસિંહજીએ ગાડીની ચાવી લઈ લીધી હતી.તે ગામની બહાર નિકળે એ પહેલા બે કારને લઈને આવ્યા અને ખવડની ગાડી માંથી પૈસા લઈ લીધા હતા. 12 કલાકની અંદર PI ચૌધરીએ અનેક વખત ફરીયાદમાં ફેરફાર કર્યા. વહેલી સવારે 3 વાગ્યે કહેવામાં આવ્યું ફરીયાદ લેવામાં નહીં આવે જે કરવું હોય તે કરીલો.ફરીયાદ ન નોંધવાની PI પાસે કોઈ તાકત કે શક્તિ આપતા નથી.
પોલીસ FIR નોંધે
વધુમાં જણાવ્તા કહ્યું કે સનાથલમાં દેવાયત ખવડની જીપ ડુંબાડી દેવામાં આવી છે.તો આ કારની તપાસ કરવામાં આવી.ગુજરાત હાઇકોર્ટમાં અમારી માંગ FIR નોંધવામાં આવે અને કાયદેસર પગલા લેવામાં આવે.કાર શોધી આપવામાં આવે તેવી અમે ગુજરાત હાઇકોર્ટમાં માંગ કરી છે.દેવાયક ખવડની કાર શોધવામાં આવે તેમાં રહેલું હારમોનિયમ તથા પૈસા શોધમાં આવે તેવી અમારી માગ છે.
ન્યુઝ રૂમના ઈન્ટરવ્યુમાં ખવડે શું કહ્યું
દેવાયત ખવડે કહ્યું 5 દિવસ પહેલા તેમને મારૂ સંપર્ક કર્યો હતો. તેમની સાથે મળી તમામ પ્રકારની ચર્ચા કરી હતી. તેમની ઓફ્સમાં જઈ બધી વાત પૂર્ણ કરી હતી. આ તમામ ઘટનાના cctv પણ છે.ડ્રાઈવર કાના જાડેજા સાથે અમુક લોકોએ માર માર્યો હતો. આ લોકોએ બોટલથી ગાડીનો કાચ તોડ્યો હતો.હાજર લોકોએ ડ્રઈવર કાનાને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ 20 તારીખની આસપોસ બન્યો હતો. આટલા દિવસો પછી પણ પોલીસે ફરીયાદ કેમ નોધી નહીં.તેમણે વધુમાં કહ્યું આખી ઘટના જાણી જોઈને થતી હોય છે. આયોજકોએ મીડિયાના માધ્યમ થકી 8 લાખ રૂપિયાનો પણ દાવો કર્યો હતો.આ આક્ષેપ પર દેવાયત ખવડે કહ્યું આ પૈસાનો કોઈપણ વીડિયો અથવા આના પૂરાવા સામે આવ્યા હોય તો જણાવો.