દયા.. ધર્મ.. માનવતા.. પોતાપણુ.. મારો કર્મચારી.. ની ભાવના લાગણી નૉ અનેરો ચિલો પાડનાર ખોખરા પોલીસ સ્ટેશનનાં મોભી-વડીલ-મોટાભાઈ તરીકે ઓળખાતા PI નાગજીભાઈ દેસાઈની નાના સાથી કર્મચારીનેં મદદ કરવાની ભાવના સાથે અમદાવાદ જૉન-5 DCP બળદેવ દેસાઈનેં નવી પ્રેરણા અને સાથી કર્મચારીઓનેં હૂંફ મળે તે માટે એક નવી શરૂઆતનાં મોભી બની પ્રસંસનીય કાર્ય કરતા સમગ્ર આલમમાં હર્ષની લાગણી ફેલાય છે. અને લોકો કહી રહ્યા છે… આવું બધા પોલીસ ઓફિસર કરતા હોયતો ? જુઓ અમારા આ અહેવાલમાં સત્ય ઘટના નૉ ઉદ્દગાર ! “માનવતા નાં સિંઘમ નૉ ”
ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગઈ તારીખ 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયેલ હતું. જે અનુસંધાને DCP ઝોન- 5 બળદેવ દેસાઈ દ્વારા મરણ જનાર અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપેલ અને જે અનુસંધાને ઝોન-5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 (સાત લાખ પચીસ હજાર)ની આર્થિક મદદ કરેલ છે. ત્યારે DCP ઝોન -5 બળદેવ દેસાઈના હસ્તે સ્વર્ગવાસી અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતાજીના હાથો હાથ ઉપરોક્ત મૂડી પણ આપી હતી તથા અરવિંદભાઈને એક જ પુત્ર છે. જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. તેમનો દીકરો ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આ વાતની જાણ થતા ખોખરા PI એન. કે. રબારી દ્વારા શાળાના ટ્રસ્ટીઓને મળીને સ્વર્ગવાસી અરવિંદભાઈના પુત્રને ધોરણ 12 સુધી અડધી ફી કરાવી આપવા માટે વાતચીત પણ કરી હતી અને બાકીની ફી ખોખરા પોલીસ સ્ટેશનના PI એન. કે. રબારીએ પોતે ભરવાની જવાબદારી લીધી છે. તદુપરાંત તેમના પરિવારને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ આપવા માટે જણાવેલ છે.