Gir Somnath: ગીર સોમનાથના જીણીતા યુટ્યૂબર રોયલ રાજા પર હૂમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેને મૂછ અને વાળ કાપી ઢોર માર માર્યો હતો.રોયલ રાજા ને તાત્કાલિક 108 મારફતે વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો.રોયલ રાજાની ફરિયાદ મુજબ હુમલાખોરો મારતી વખતે ટીક ટોક ફેમ કીર્તિ પટેલને વિડીયો કોલ કરી વાત કરી.વિડીયો કોલ માં કિર્તી પટેલે કહ્યું તેમની મૂછો અને વાળ કાપી નાખવા તેથી રોયલ રાજાને ઢોર માર મારી મૂછો અને વાળ કાપી નાખ્યા એવી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદ માં નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ ની ફેવર માં પોસ્ટ કરતા મન દુ:ખ થયું તેવું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે નિવેદન લઇ પોલીસ ફરિયાદ કરી તપાસ હાથ ધરી છે.હુમલો કર્યા બાદ રોયલ રાજા ને હુમલા ખોરો એ માફી પણ મંગાવી અને વિડિયો કર્યો વાઇરલ