Preity Zinta: બોલિવૂડ એક્ટ્રેસ અને આંત્રપ્રિન્યોર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પોતાના સ્પષ્ટ અભિપ્રાયો અને નિવેદનો માટે અત્યંત ચર્ચામાં રહે છે. તે અવારનવાર નાના-મોટા મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો આપતી રહે છે. પોતાને ગર્વથી ભારતીય અને હિન્દુ ગણાવતી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) એ અમેરિકન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા ત્યારથી યુઝર્સ અને ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા હતાં. જેનો જવાબ આપતાં પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર લોકો ગાંડા થઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે. તેમજ લોકોની વિચારસરણી પર સવાલો ઉઠાવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો ગાંડા થઈ રહ્યા છે
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) એ ટ્વિટર પર પોસ્ટ કરી છે કે, લોકો ગાંડા થઈ રહ્યા છે, કોઈ પણ વાત કે ચર્ચા કરવા માગતા નથી. માત્ર આરોપો મૂકે છે અથવા તો આક્રમક નિવેદનો આપે છે. સોશિયલ મીડિયા પર લોકો બેફામ બોલી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ પોતાની પ્રથમ એઆઈ ચેટબોટ વિશે વાત કરશે તો લોકો કહેશે કે, તે પેઈડ પ્રમોશન કરી રહ્યો છે.
લોકોની વિચારસરણી પર સવાલો ઉઠાવ્યા
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) એ લોકોને શાંતિ જાળવી એક-બીજા સાથે ઝઘડવાને બદલે સંવાદ કરવા અપીલ કરી છે. તેણે કહ્યું કે, લોકો મને સવાલો કરે છે કે, મેં જીન સાથે લગ્ન કેમ કર્યાં (ભારતીય હોવાનો ગર્વ હોવા છતાં)? મેં તેની સાથે લગ્ન કર્યા કારણકે હું તેને પ્રેમ કરૂ છું. કારણકે, સરહદ પાર એક એવો વ્યક્તિ છે, જે મારા માટે જીવ આપી દેવા તૈયાર છે. આ વાત સમજો…