Maha shivratri: જૂનાગઢમાં આજથી 22થી 26 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી મહા શિવરાત્રિ (Maha shivratri) નો મેળો જૂનાગઢમાં ચાલશે. આ મેળઆમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મૂશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ પ્રશાસને ખાસ તૈયારી કરી છે.આ શિવરાત્રી દરમિયાન ભવનાથની તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો યોજાશે.શિવરાત્રી (Maha shivratri) ના દિવસે મધ્યરાત્રીએ નાગા સાધુઓ મૃગીકૂંડમાં સ્નાન કરવાની ખાસ પરંપરા છે.
પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન
જૂનાગઢના પવિત્ર ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવ રાત્રી (Maha shivratri) ના મેળાનો પ્રારંભ થશે.અંતર્ગત ભવનાથમાં મેળા પૂર્વેના માહોલ જોવા મળ્યો હતો. શિવરાત્રી (Maha shivratri) ની શરૂઆત થતા સાધુ સંતો પોતાના ધુણાના સ્થળ પર પહોંચી ગયા છે.જ્યારે અગામી દિવસોમાં મોટી સંખ્યામાં મહાશિવરાત્રી (Maha shivratri) ના મેળાને લઈ અવધુત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ જણાવ્યું કે આ વર્ષે મેળો પ્લાસ્ટિક મુક્ત બને તેવા પ્રયાસ કરવામાં આવશે.
ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ
અવધુત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ વધુમાં જણાવ્યું કે, આ મેળો કોઈ મનોરંજનનો નથી.આ મેળો અધ્યાત્મક મેળો છે. મહત્વનું છે કે મહાશિવ રાત્રી (Maha shivratri) ના રાતના સમયે નીકળતા શાહી રવેડીમાં સવાર નાગા સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. આ આ રવેડીમાં મુખ્યત્વે શ્રી પંચનામ દશ નામ જૂના અખાડા, શ્રી પંચનામ દશ નામ આહવાહન અખાડા અને શ્રી પંચનામ અગ્નિ અખાડાના સાધુ સંતો મુખ્યત્વે જોડાતા હોય છે. મહાશિવ રાત્રીના મેળા દરમિયાન ભવનાથ પંથક શિવમય માહોલમાં રંગાઈ જતું હોય છે.