Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લાહોરમાં રમાશે. આ બંને ટીમો ગ્રુપ બીમાં સામેલ છે. આ ગ્રુપની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી.આ દક્ષિણ આફ્રિકાએ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથ (Steve Smith) ની કેપ્ટનશીપમાં રમશે. જ્યારે ઈંગ્લેન્ડની કમાન જોસ બટલરના હાથમાં છે.
ટીમના દિગ્ગજ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર
ઓસ્ટ્રેલિયન ટીમની બોલિંગમાં એડમ ઝમ્પા સૌથી અનુભવી ખેલાડી છે. ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવનમાં સીન એબોટ, નાથન એલિસ અને એરોન હાર્ડીની રમવાની સંભાવના રહેલી છે.ઓસ્ટ્રેલિયા માટે મેથ્યુ શોર્ટ અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરવાની સંભાવના રહેલી છે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લાહોરમાં રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડે ભારત સામે વનડે શ્રેણી રમી હતી. પરંતુ આમાં તેને કરામી હારનો સામનો કરવો પડ્યો હતો. બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે ભારતને ટક્કર આપી હતી. હવે ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે.ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો બેન ડકેટ અને ફિલિપ સોલ્ટને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. જો રૂટ ટીમનો અનુભવી ખેલાડી છે. હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન અને બ્રેડન કાર્સ પણ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે.
ઓસ્ટ્રેલિયા:
મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), એરોન હાર્ડી, સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.
ઈંગ્લેન્ડ:
ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (wk), જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર (c), લિયામ લિવિંગસ્ટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.