Chhaava ફિલ્મએ બોક્શ ઓફિસ પર ધમાલ મચાવી, અનેક રેકોર્ડ તોડ્યા

Chhaava Box Office Collection Day 8: વિકી કૌશલની ફિલ્મ છાવા, જેમાં તે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળે છે.આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે.આ ફિલ્મનો આજે 8મો દિવસ છે.તો ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી.

છાવા (Chhaava) એ સાત દિવસમાં ભારતમાં રૂ. 225.28 કરોડનું આવક બોક્સ ઓફિસ પર કરી છે. આ આંકડા નીચે મૂજબ છે.

 

પ્રથમ દિવસ                             –      1 33.1
બીજો દિવસ                            –    2 39.3
ત્રીજો દિવસ                             –  3 49.03
ચોથો દિવસ                             –   4 24.1
પાંચમો દિવસ                            – 25.75
છઠ્ઠો દિવસ                              – 32.4
સાતમો દિવસ                           –  21.60
આઠમો દિવસ                         – 4.36
કુલ                                         –  229.64

 

ઉરીનો બોક્સ ઓફિસ પર રેકોર્ડ તૂટી શકે છે

છાવા (Chhaava) ફિલ્મએ વિકી કૌશલની કારકિર્દીના તમામ રેકોર્ડ બોક્સ ઓફિસ પર તોડી નાખ્યા છે.ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની કમાણી કરતા છાવા (Chhaava) ફિલ્મએ કલેક્શન વધુ કરી લીધું છે. બોક્સ ઓફિસ પર છાવાની કમાણીની જેતા ઉરીનો બોક્સ ઓફિસ પર રેકોર્ડ તૂટી શકે છે. આ માટે આપણે થોડી વધુ રાહ જોવી પડશે.

આ ફિલ્મ 130 કરોડ રૂપિયાના બજેટમાં બની

આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. જ્યારે વિકી કૌશલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના, ડાયના પેન્ટી, આશુતોષ રાણા અને વિનીત કુમાર સિંહ પણ છે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 130 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

Scroll to Top