Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમો આમને-સામને ટક્કરાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ આજે રમાશે. જેમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને રમશે. આ ગ્રુપ-બીની પ્રથમ મેચ હશે. અત્યાર સુધી બંને મેચ ગ્રુપ-Aની ટીમો વચ્ચે રમાતી હતી. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ગ્રુપ-બીમાં છે. જ્યારે ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ છે.
ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું
ભારતીય ટીમની બાંગ્લાદેશ સામેની જીત પછી પોઈન્ટ ટેબલ કેટલું બદલાયું? બાંગ્લાદેશ સામે શાનદાર જીત છતાં, ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર છે.જો કે, ભારત અને ન્યુઝીલેન્ડના 2-2 પોઈન્ટ સમાન છે. પરંતુ ન્યુઝીલેન્ડ ટીમનો નેટ રન રેટ ભારત કરતા સારો છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +1.200 છે. જ્યારે ભારતનો નેટ રન રેટ +0.408 છે.
ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
આ ગ્રુપમાં બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ શનિવારે સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો રમો ભાગ લઈ રહી છે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ગ્રુપ-બીમાં છે.