Gujarat budget: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે અધધ 11706ની ફળવણી

Gujarat budget: પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટૂરિઝમ પોલિસી, ‘હેરિટેજ ટૂરિઝમ પોલિસી’ તેમજ ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે. જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ₹ર૧૫ કરોડની જોગવાઇ.ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ₹૨૧૦ કરોડની જોગવાઇ.સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹૫૦ કરોડની જોગવાઇ.

ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹785 કરોડની જોગવાઇ

નાના શહેરો અને આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹45 કરોડની જોગવાઇ.ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરીક”(ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ₹30 કરોડની જોગવાઇ.પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ₹15 કરોડની જોગવાઇ.ઉદ્યોગ અને ખાણ માટે ₹8958 કરોડની જોગવાઇ.ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રોકાણકારોને આકર્ષિત કરવા MSME, મેન્યુફેકચરીંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે. જેને કારણે આજે ધમધમતુ અર્થતંત્ર એ ગુજરાતની ઓળખ બની ગયેલ છે. ખાસ આર્થિક ઝોન અને નાણાકીય હબ દ્વારા વૈશ્વિક રોકાણને આકર્ષવા, ઇન્‍ડ્રસ્ટીયલ પાર્ક, ક્લસ્ટર ડેવલપમેન્‍ટ અને ઇન્‍ફ્રાસ્ટ્રકચર સુધારણા તેમજ રોજગારી અને સ્કીલ ડેવલપમેન્‍ટ જેવા ક્ષેત્રમાં સરકાર સતત આગળ વધી રહી છે.અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹785 કરોડની જોગવાઇ.

ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹૫૦ કરોડની જોગવાઇ

ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹290 કરોડ તેમજ 42 કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹225 કરોડ એમ કુલ ₹515 કરોડની જોગવાઇ. પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે PPPના ધોરણે આસિસ્ટન્‍ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹300 કરોડની જોગવાઇ.ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹200 કરોડની જોગવાઇ.ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના-2021 અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹૮૯૦ કરોડની જોગવાઇ.

કુટિર, ગ્રામોદ્યોગ, હાથશાળ-હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારીની તેમજ આજીવિકાની તકો ઊભી કરી તેમની આવક અને જીવનધોરણમાં સતત સુધારો કરી વોકલ ફોર લોકલને આગળ ધપાવવા રાજ્ય સરકાર સક્રીય રીતે કામ કરી રહી છે. હસ્તકલા અને હાથશાળની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી સહકારી મંડળીઓને પેકેજ યોજના અંતર્ગત ₹76 કરોડની જોગવાઇ.ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ.માનવ કલ્યાણ યોજના અન્વયે ઇ-વાઉચર મારફત લાભાર્થીઓને ટુલકીટ સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા ₹25 કરોડની જોગવાઇ.ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટીકામ સાથે સંકળાયેલ તથા અન્ય રોજગારલક્ષી તાલીમો માટે ₹13 કરોડની જોગવાઇ.દેશભરના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ માટેનો મંચ પૂરો પાડવા વડોદરા અને ડીસા ખાતે અર્બન હાટ સ્થાપવાનું આયોજન.

 

 

 

Scroll to Top