Shivratri: જૂનાગઢના ભવનાથ તળેટીમાં 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી (Shivratri) નો મેળો યોજાશે.જૂનાગઢમાં 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિ (Shivratri) ના મેળાની શરૂઆત થશે.આ મેળાની તૈયારીને લઈને જિલ્લા ક્લેકટર કચેરીમાં બેઠક મળી હતી. સાધુ સંતો અને વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહાશિવરાત્રીના મેળામાં ટ્રફિક ન થાય તે માટે જરૂરિયાત મૂજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.
શિવરાત્રીને લઈ ક્લેકટરે કરી બેઠક
જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી (Shivratri) મેળાને લઈને કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લી ક્લેકટર અનિલ રણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરૂં આયોજન અને વ્યવસ્થા કરાઈ છે. આ બેઠકમાં કલેકટરે કહ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.આ મેળા દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુંને મેડિકલ ઈમરજન્સી માટે એમ્બયુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધ અને છાશ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની પણ કાળજી રખાશે.
1200 પોલીસ જવાન હાજર રહેશે
જૂનાગઢમાં મહાશિવરાત્રી (Shivratri) મેળો કડક બંદોબસ્તની વચ્ચે યોજાશે. આ મેળાની સુરક્ષા માટે કૂલ 1200 પોલીસ જવાનો ફરજ નિભાવશે.જેમાં 12 DYSP,22PI,123 PSI આ સાથે સાથે SRPની બે ટીમ,1029 પોલીસ અને GRD જવાનો ફરજ બજાવશે. આ ઉપરાંત 468 CCTV કેમેરાથી શહેરમાંથી ભવનાથમાં સતત નજર રાખશે.આ સાથે સાથે કોઈ આગની ઘટના ન બને તે માટે 3 ફાયર સ્ટેશન ઊભા કરવામાં આવશે.મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.