Gujarat budget: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં બજેટ (Gujarat budget) રજૂ કરશે.ગઈકાલે ગુજરાત વિધાનસભાનું સૂત્ર ચાલુ થઈ ગઈ છે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. જે બજેટમાં કૃષિ,શિક્ષણ,આરોગ્ય અને સિંચાઈની બાબતો પર ભાર મૂકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ (Gujarat budget) સત્રનો આરંભ ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મનિટના ભાષણ દરમિયાન રાજ્યની વિકાસ વાત કરી હતી.
કોંગ્રેસ અનેક મુદ્દે વિરોધ કરશે
આ વિધાનસભામાં ચાલનારા બેજટ સત્ર દરમિયાન કોંગ્રેસ ગૃહમાં ભારે વિરોધ કરશે તેવી સંભાવના રહેલી છે. આ સત્રમાં કોંગ્રેસ જમીનના કૌંભાડો,ખ્યાતિકાંડ,ભરતીમાં ગેરરીતી વગેરે સહિતના મુદ્દા ઉપાડશે. આ વિવિધ મુદ્દાને લઈ રાજ્ય સરકાર ઘેરવાનો પ્રયાસ કરશે.સામાન્ય બજેટ (Gujarat budget) પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ સત્ર દરમિયાન બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ 2025 છે. બીજૂં બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ બિલ 2025 છે.
બજેટ કનુભાઈ દેસાઈ રજૂ કરશે
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ (Gujarat budget) સત્રની શરૂઆત થશે.જેમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનું બજેટ (Gujarat budget) સત્ર 38 દિવસનું છે. જેમાં 10 દિવસ રજા હોવાથી કૂલ 27 બેઠક મળશે.પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે.ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામેલા કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકીને તમામ ધારાસભ્ય શ્રદ્ધાંજલિ આપશે.