Champions Trophy પહેલા શુભમન ગિલે બન્યો ODIમાં પ્રિન્સ

Champions Trophy: ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ICCની ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ નંબર પર પહોંચી ગયો છે. ICCએ જારી કરેલી યાદીમાં શુભમન ગિલ (Shubman Gill) 796 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર આવી ગયો છે.આ સાથે જ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પછાળ છોડી દીધો છે. હવે આ રેન્કિંગમાંમાં બાબર આઝમ (Babar Azam) બીજા નંબર પર આવી ગયો છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 761 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.શુભમન ગિલે (Shubman Gill) ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બાબર આઝમને પછાળ છોડી દીધો

શુભમન ગિલે (Shubman Gill) ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે મેંચમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે અંતિમ મેંચમાં ગીલે શાનદાર સદી ફટકારી હતી. ગીલે 112 રનની મહત્વ પૂર્ણ ઇનિંગ રમી હતી. ગિલની ODI કારકિર્દીની વાત કરીએ તો 50 મેંચમાં 2587 રન બનાવ્યા હતા.જેમાં 7 સદી અને 15 અડધી સદી સામેલ છે.આ સાથે ગીલે વિરાટ કોહલી અને આફ્રિકાના દિગ્ગજ બેટર હસીન અમલાનો રેકોર્ડ તોડ્યો હતો.

ગીલે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યુ

ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોપ 10માં 4 ભારતીય છે. રોહિત શર્મા 761 પોઈન્ટ સાથે ત્રીજા અને વિરાટ કોહલી 727 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. તાજેતરની રેન્કિંગમાં બંનેના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. આ યાદીમાં શ્રેયસ અય્યર 9મા નંબરે છે, તેના 679 પોઈન્ટ છે.જ્યારે બોલરની વાત કરીએ તો શ્રીલંકાના સ્પિન બોલર મહિષ તિક્ષાના અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનને પાછળ છોડીને નંબર વન ODI બોલર બની ગયો છે. તિક્ષણાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની 2 મેચની વનડે શ્રેણીમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ મેચમાં તમામ વિકેટો મેળવી હતી. મહિષ તિક્ષાનાની ODI કરિયરની વાત કરીએ તો તેણે 52 મેચમાં 76 વિકેટ લીધી છે.

 

Scroll to Top