Gandhinagar માં ખનન માફિયાનું સઘન ચેંકિગ,આટલા કરોડની સંપતિ જપ્ત કરી

Gandhinagar News: રાજ્યમાં ખનીજ ચોરી રોકવા માટે પોલીસ અને અધિકારીઓ સતત કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના કલેકટર મેહુલ કે.દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર (Gandhinagar) જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન ચેકિંગની કામગીરી અન્વયે ગાંધીનગર (Gandhinagar) જીલ્લાની પીંપળજ ચેકપોસ્ટ ખાતે સાદીરેતી ખનિજ ભરી વહન કરતા ચાર ડમ્પર વાહનો બિનઅધિકૃત વહન માટે સીઝ કરવામાં આવ્યા છે.

ડમ્પર વાહનો બિનઅધિકૃત વહન માટે સીઝ કરવામાં આવ્યા

ખનીજ વિભાગે કાર્યવાહી કરતા જેમાં વિવિધ વાહનો જપ્ત કર્યા હતા. આ વાહનના નંબર GJ-01-KT-6725ના વાહન માલિક દ્વારા સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા હતી. વાહન નં- GJ-18-AU-7112 સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન પકડાયેલ છે, તથા વાહન નં- GJ-18-BT-9955 સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન અને વાહન નં- GJ-32-T-2124 દ્વારા સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા છે.

જીલ્લામાં ખનન માફિયાની ઉંઘ હરામ થઈ ગઈ

આ કાર્યવાહીમાં ખનીજ વિભાગે કુલ 04 વાહનો આશરે કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ઉપરોક્ત જપ્ત કરેલ વાહનોમાં મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી બાદ સમગ્ર જીલ્લામાં ખનન માફિયાની ઉંઘ હરામ થઈ ગઈ છે.

 

 

Scroll to Top