Champions Trophy: પાકિસ્તાને ટોસ જીતી બોંલીગ પંસદ કરી, જાણો બંન્ને ટીમનો ઈતિહાસ

Champions Trophy: પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.ICC ઈવેન્ટ 29 વર્ષ બાદ પાકિસ્તાન (pakistan)  માં પરત ફરી છે. 8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન (pakistan) અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ બેંક સ્ટેડિયમમાં સામ સામે ટકરાશે. મિશેલ સેન્ટનરની કેપ્ટન્સીમાં કિવી ટીમ પાકિસ્તાન (pakistan) ને ત્રિકોણીય શ્રેણીમાં બે વખત હરાવી હતી.જ્યારે બીજી તરફ, મોહમ્મદ રિઝવાનની ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીતના ઈરાદા સાથે ન્યૂઝીલેન્ડ સામે ઉતરશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ આગળ

ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વન ડેમાં અત્યાર સુધીમાં 118 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન પાકિસ્તાન (pakistan) ની ટીમે 61 મેચ જીતી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ 53 મેચમાં વિજેતા રહી હતી. 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ત્રણ વખત સામસામે આવી હતી. અને ત્રણેયમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી.પાકિસ્તાન (pakistan) આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. હવે જોવાનું એ રહેશે કે મોહમ્મદ રિઝવાનની કપ્તાની હેઠળની ટીમ પોતાના દર્શકોની સામે પહેલીવાર જીત નોંધાવી શકે છે કે નહીં.

પાકિસ્તાનની ટીમની પ્લેઈંગ 11

મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, સઈદ શકીલ, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, અબરાર અહેમદ, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી

ન્યુઝીલેન્ડ ટીમની પ્લેઈંગ 11

મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ

 

 

Scroll to Top