Valsad News: વલસાડના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોજારી ઘટના બની હતી.કપરાડા તાલુકાના રોહીયાળ તલાટ ગામમાં પાંડવકુંડમાં ન્હાવા જતા ચાર વિદ્યાર્થીના મોત થયા હતા. જ્યારે એક બાળકનો બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના વાપીના kbs કોલેજના 8 વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા.આ સમય દરમિયાન 4 વિદ્યાર્થીઓના તળાવમાં ડુબવાથી મોત થયા હતા.સ્થાનિકોએ શોધ ખોળ કરી તમામ વિદ્યાર્થીને બહાર નિકાળ્યા હતા.
પાંડવકુંડમાં ન્હાવા જતા ચાર વિદ્યાર્થીના મોત
સમગ્ર ઘટના દરમિયાન મૃત્યુ પામનાર યુવકોની ઓળખ ધનંજય લીલાધર ભોંગરે,આલોક પ્રદીપ શાહ,અનિકેલ સંજીવ સીંગ અને લક્ષ્મણપુરી અનિલપુરા ગોસ્વામી તરીકે થઈ હતી.જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર વાપીના kbc કોલેજના આઠ વિદ્યાર્થીઓનું એક ગ્રૂર્પ બે રિક્ષામાં સવાર થઈ પાંડવકુંડ ફરવા ગયા હતા.જ્યા કમનસીબે ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ચાર વિદ્યાર્થીઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા
સમગ્ર ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્ચી બચાવ કામગીરી હાથ ધરી હતી.ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ ચારેય મૃત્દેહને બહાર કાઢીયા હતા. ત્યારબાદ મૃત્ક વિદ્યાર્થીઓને બહાર કાઢીયા બાદ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યા ડૉકટરે આ ચારેય વિદ્યાર્થીને મૃત્ક જાહેર કર્યા હતા.આ કરૂણ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.