RAJKOT । જામકંડોરણાના અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન શહીદ, બની હતી ખતરનાક ઘટના

જામકંડોરણાથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જામકંડોરણાના નવયુવાન વિશ્વરાજસિંહ મહીપતસિંહ ગોહિલ અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન શહીદ થયા છે. વિશ્વરાજસિંહ ગુજરાતના પ્રથમ જવાન છે કે જેઓ અગ્નિવીરમાં શહીદ થયા છે. તેમના શહીદ થવા પાછળનું કારણ છે બ્લાસ્ટ. અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા તેઓ શહીદ થયા હતા. આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ આચવડ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વીર જવાનના પાર્થિવ દેવને નાસિકથી જામકંડોરણા એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં જવાનો દ્વારા સલામી આપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એટલું જ નહીં વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બહોળી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા. જયારે દીકરા વિશ્વરાજસિંહને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના પિતા ધ્રુસકે ધ્રુસકેને રડી પડયા ત્યારે ત્યાં હાજર સૌ લોકોની આંખમાં આંસુ આવી ગયા. વિચારો કેટલું દુઃખદ આ દ્રશ્ય હશે.

જવાન વિશ્વરાજસિંહને મંત્રી ભાનુબેન બાબરીયા, પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા સહીત અનેક સામાજિક, રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જામકંડોરણા તાલુકાના ગામ આચવડ ખાતે વિશ્વરાજસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાસિક ખાતે આર્ટિલરી સેન્ટરની ફાયરિંગ રેન્જમાં ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન ગુરુવારે બપોરે 12:10 વાગ્યાની આસપાસ લાઇટ ફિલ્ડ ગન શેલ વિસ્ફોટ થતાં ભારતીય સેનાના બે તાલીમાર્થી અગ્નિવીરોનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પ્રશિક્ષક અને આર્મી હવાલદાર પણ ઘાયલ થયા હતા. આ બાબતે વધુ વિગત જાણવી હોય તો અહીં ક્લિક કરો.

Scroll to Top