Local Elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.જૂનાગઢમાં પાર્થ કોટેચાની હાર થઈ છે. પાર્થ કોટેચા ગિરિશ કોટેચાનો પૂત્ર છે.પાર્થ કોટેચાની હાર થતા સૌથી મોટા ઉલેટફેર જોવા મળી રહ્યો છે. પાર્થ કોટેચાના પિતા જૂનાગઢના પૂર્વ મેયર હતા. તેવો છેલ્લા 15 વર્ષથી જૂનાગઢના રાજકારણમાં સક્રિય હતા. મળતી માહિતી અનૂસાર પાર્થ કોટેચાને મહેશ ગીરીના વિવાદની અસર જોવા મળી છે.
અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈનો વિજય
જૂનાગઢ મનપાના વોર્ડ નં. 9 મા ગીરીશ કોટેચાના પુત્ર પાર્થનો કારમો પરાજય થયો છે. તેમની હાર અપક્ષ અશ્વિનભાઇ ભારઈ સામે 4431થી જીત થઈ હતી. જેના કારણે મોટો ઉલેટફેર જોવા મળ્યો હતો.જ્યારે અપક્ષ ઉમેદવારને સૌથી વધુ મત વોર્ડ નં.9 માંથી મળ્યા હતા.વોર્ડ નં. 9મા 3 ભાજપ અને એક અપક્ષનો વિજય થયો છે.
9 નગરપાલીકામાં ભાજપની જીત
ચાર નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી.68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતુ. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું હતું.