Local Election: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરતમાં ભાજપનો ભગવો લહેરાયો

Local Election: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી. મહેસાણાની બંને નગરપાલિકા પર ભાજપે જીત મેળવી હતી. ખેરાલુ અને વડનગર પાલિકામાં પણ ભાજપનું શાસન રહેશે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન રહેશે. ગાંધીનગરની 28 પૈકી 20 પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગરની 28 પૈકી 8 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

પ્રાંતિજમાં 24 પૈકી 19 બેઠક પર ભાજપે જીત મેળવી

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સોળે કળાએ કમળ ખિલ્યું હતું. પ્રાંતિજમાં 24 પૈકી 19 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. તલોદમાં 24 પૈકી 22 બેઠક ભાજપના ફાળે ગઇ હતી. ખેડબ્રહ્મામાં 28 પૈકી 17 બેઠક ભાજપના ફાળે આવી હતી. વલસાડની 44માંથી 41 બેઠક પર ભાજપની જીત થઇ હતી. પારડીની 28માંથી 22 બેઠક પર ભાજપની જીત થઇ હતી. નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી.

જેતપુરમાં ભાજપની જીત

જેતપુરમાં ભાજપની જીત થઈ છે. ચૂંટણી પહેલા આ પાલિકામાં ભાજપમાં અનેક પ્રકારના વિવાદ જોવા મળ્યા હતા. જેમાં પક્ષના લોકોને ભાજપે સમયસર મેન્ડેટ ન આપ્યા હતા. ત્યારબાદ અનેક પ્રકારના વિવાદ સર્જાયા હતા. પરંતુ પરીણામ બાદ આ તમામ પ્રકારનો વિવાદ શાંત થઈ ગયો હોય તેવા સંકેત મળી રહ્યા છે.આ જીત બાદ ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે.જ્યારે તમામ જીતેલા ઉમેદવારને જયેશ રાદડિયાએ શુભકામના પાઠવી હતી.

 

 

Scroll to Top