જયશંકરે બાંગ્લાદેશના તૌહીદ હુસૈન સાથે કરી મૂલાકાત,પાકિસ્તાન સાથે…..

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના વિદેશી મામલાઓના સલાહકાર તૌહીદ હુસૈને ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો અને પાકિસ્તાનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સાથે તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થઈ રહેલી હિંસાનો પણ જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે શેખ હસીનાની સરકારનું પતન થયા પછી બાંગ્લાદેશમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ઢાકા તરફથી કોઈ એવું પગલું નહીં ભરવામાં આવે જે ભારત વિરુદ્ધ હોય. આ દરમિયાન ઓમાનમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને તૌહીદ હુસૈન વચ્ચે મુલકાત થઈ હતી.

જયશંકર અને તૌહીદ હુસૈન વચ્ચે મુલકાત થઈ હતી

તૌહીદ હુસૈને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતને લઈને જણાવ્યું હતું કે, ‘બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. જયશંકર સાથે મારી મુલાકાત સારી રહી હતી. બંને દેશો વચ્ચે વેપાર વધી રહ્યો છે. મને લાગે છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પરસ્પર લાભદાયક સંબંધોની જરૂર છે. અમે આ અંગે સતત કામ કરી રહ્યા છીએ.

ભારતને નહીં થવા દઈએ કોઈ ખતરો

ઢાકા ખાતે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘર પર કરવામાં આવેલા હુમલા અંગે હુસૈને કહ્યું કે, ‘હું આને સાચું કૃત્ય માનીશ નહીં પરંતુ તેનું કારણ શેખ હસીના તરફથી આપવામાં આવેલું નિવેદન છે. હું ઇચ્છું છું કે હસીના ચૂપ રહે. હું એ પણ સ્પષ્ટ કરવા માંગું છું કે બાંગ્લાદેશની ઓળખ કોઈ એક ઇમારત નથી.આગામી સમયના બાંગ્લાદેશમાં ચૂંટણી યોજવાને લઈને તેમણે કહ્યું કે, ‘દેશના રાજકારણમાં ફેરફાર થયો છે. અમે અમુક સુધારાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારો ઇરાદો સુધારાઓ લાગુ કર્યા બાદ ચૂંટણી કરાવવાનો છે.

 

 

Scroll to Top