Gujarat News: યુટુબ અને ટેલીગ્રામમાં હોસ્પિટલના વિડ્યો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ગાયકનેક હોસ્પિટલમાં મહિલાની અંગત ટ્રીટમેન્ટ કરતા વિડ્યો વાયરલ થયો હતો.આ વાયરલ વીડિયો બાદ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.આ ઉપરાંત ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.મેગા mbbs નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ પર આ વિડીયો ઉપલોડ કરવામાં આવ્યા છે.
સાઇબર ક્રાઈમે ટેલીગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરી
ગાયકનેક હોસ્પિટલમાં મહિલાની પ્રાઈવેશી ભંગ કરતા વિડીયો ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ મેગા mbbs પર વાયરલ કરવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાને લઈ અમદાવાદ સાઇબર ક્રાઈમમાં ચેનલ બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.આ યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ સામે સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોધવાની શરૂ કરવામાં આવ્યું છે.અંગત કોઈ પ્રાઈવેશી ભંગ કરવો અને સોશિયલ મીડિયા અંગત વિડ્યો વાયરલ કરવાની કલમ હેઠલ ગુનો નોંધાઈ રહ્યો છે. સાઇબર ક્રાઈમ આ બંને ચેનલના ક્રિએટર સામે તપાસ હાથ ધરાઈ રહી છે.આ ઉપરાંત વીડિયોનું કન્ટેન્ટ શું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી અનુસાર 6 જાન્યુઆરીએ યુટ્યુબ અને સપ્ટેમ્બર 2024માં ટેલીગ્રામ ચેનલ બની હોવાનું તપાસમાં સામે આવ્યું છે.