Kutiyana: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. સરેરાશ મતદાન 55 ટકાની આસપાસ રહ્યું હતું.આ ચૂંટણીમાં તમામ લોકોની નજર કુતિયાણા બેઠક પર હતી. ત્યારે આ બેઠકના EXIT POLL સામે આવ્યા છે.જેમાં પોરબંદર અને ગુજરાતના 25 દિગ્ગ્જ પત્રકારો (Kutiyana) નો એક્ઝીટ પોલ સામે આવ્યા છે. આ પોલમાં ખુંબજ ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. આ EXIT POLL 18 તારખે પરીણામમાં પરિવર્તન થશે તેવી સંભાવના રહેલી છે.
16 થી 18 સીટ SP જીતી શકે તેવા એંધાણ
કુતિયાણા (Kutiyana) માં મતદાન પછી ગુજરાતના તથા પોરબંદરના વિવિધ પત્રકારોએ EXIT POLL તૈયાર કર્યો હતો.આ EXIT POLLમાં રાજ્યના 25 પત્રકારોએ ભાગ લીધો હતો.EXIT POLLના આંકડાઓ પ્રમાણે કુતિયાણા (Kutiyana) માં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે.જેમાં 25 માંથી 11 પત્રકારોના મતે કુતિયાણા (Kutiyana) માં ભાજપની જીત થઈ રહી છે.જ્યારે 25 માંથી 14 પત્રકારોના મતે કુતિયાણા (Kutiyana) માં પરિવર્તન આવી રહ્યા છે.આ ઉપરાંત 25 માંથી 14 પત્રકારોના મતે કુતિયાણા (Kutiyana) માં સમાજવાદી પાર્ટી જીતી શકે છે.
આ પ્રમાણે સીટની ગણતરી
પત્રકારોના મતે 16 થી 18 સીટ SP જીતી શકે તેવા એંધાણ
પત્રકારોના મતે ભાજપ 10 થી 12 સીટો જીતી શકે
કુતિયાણામાં પહેલી વાર પેનલ તૂટે તેવા એંધાણ
પત્રકારોના મતે ઢેલીબેન પોતાની સીટ પર જીતી જશે.જ્યારે તેના હરીફ કાના જાડેજા પણ પોતાની સીટ પર જીતી જશે. આ સાથે પત્રકારોના આંકલન પ્રમાણે કુતિયાણા (Kutiyana) માં પેનલ તૂટે તેવા પણ એંધાણ રહેલા છે. આ ઉપરાંત પત્રકારોના અનુમાન પ્રમાણે કુતિયાણા (Kutiyana) માં અનેક પેનલોમાં ક્રોસ વોટિંગ થયું છે. આ તમામ આંકોલનો છે. પરંતુ 18 તારીખે પરીણામ આવશે. જે કુતિયાણામાં કોનું વર્ચસ્વ વધશે તેનું ભવિષ્ય નક્કી કરશે.આ સાથે જ ઢેલીબેન, કાના જાડેજા,કાંધલ જાડેજા, અર્જુન મોઢવાડીયા, મનસુખ માંડવીયાની આ વર્ચસ્વની લડાઈ ગણાઈ રહી છે.