Local Elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ,આટલા ટકા થયું સરેરાશ મતદાન

Local Elaction: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય (Local Elaction) ની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

સરેરાશ 56.60 ટકા મતદાન થયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ (Local Elaction) ની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની કુલ 66 નગરપાલિકાની 1844 બેઠકો, 2 નગરપાલિકાઓની 72 બેઠકો અને જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન થયું. હાલ આ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે

ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.

 

 

 

Scroll to Top