Local elaction: કુતિયાણામાં શાંતિપૂર્ણ મતદાનની વચ્ચે પોલીસના મોટા એક્શન

Local boday elaction: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય (Local elaction) ની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. છેલ્લા સાત કલાકમાં સ્થાનિક સ્વરાજ્ય (Local elaction) ની સંસ્થામાં મતદાનની ઓછી ટકાવારી જોવા મળી રહી છે. રાજ્યની 68 પાલિકામાં 2 વાગ્યા સુધીમાં સરેરાશ 34 ટકાથી વધુ મતદાન થયું છે.ત્યારે કુતિયાણા (Kutiyana) થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કુતિયાણા (Kutiyana) શહેરની પોલીસ દ્રારા કિલ્લેબંધી કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર કાંધલ જાડેજાને પણ કુતિયાણા (Kutiyana) શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કુતિયાણા શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ (Local elaction) ની ચૂંટણીના અત્યારસુધીમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કુતિયાણામાં કાંધલ જાડેજાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે સાથે હિરલ બા જાડેજાને પર કુતિયાણામાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ઢેલીબેનને પણ પોતાના વોર્ડ સિવાય અન્ય વોર્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કુતિયાણા (Kutiyana) શહેર સિવાયના લોકોને પોલીસ પ્રવેશ પર પ્રતિબંધ.આવા પ્રકારની કાર્યવાહી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત કરવામાં આવી છે.હાલ તો કુતિયાણા (Kutiyana) માં શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે મતદાન.

સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે

ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્ય (Local elaction) ની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.

 

 

 

 

Scroll to Top