Local Election: રાજ્યમાં 68 પાલિકા માટે 2 વાગ્યા સુધીમાં થયું આટલા ટકા મતદાન

Local Body Elaction: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. છેલ્લા સાત કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાનની ઓછી ટકાવારી જોવા મળી રહી છે. રાજ્યની 68 પાલિકામાં 2 વાગ્યા સુધીમાં સરેરાશ 34 ટકાથી વધુ મતદાન થયું છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 25 ટકા મતદાન થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 40.96 ટકા મતદાન થયું છે. કપડવજ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 36.95 ટકા મતદાન થયું છે. કઠલાલ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 37.50 ટકા મતદાન થયું છે.

2 વાગ્યા સુધીના આવ્યા પરીણામ

અંદાજે 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ બંધ થયાની ફરિયાદો મળી છે.જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન અહીં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સંત શેરનાથ બાપુ વોટિંગ કરવા પહોંચ્યા હતા. ભવનાથ તળેટીમાં આવેલી ભવનાથ પ્રા. શાળામાં તેમણે મતદાન કર્યું હતું. શેરનાથ બાપુએ લોકશાહીના પર્વમાં ભાગ લેવા મતદારોને અપીલ કરી હતી.

રાજ્યમાં 66 નગરપાલિકા માટે ચૂંટણી

ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.

 

 

Scroll to Top