Local Election: છોટાઉદેપુરમાં બે પક્ષો વચ્ચે બબાલ,કારણ જાણી શોકી જશો

Local Election: ગુજરાતભર આજે 68 ન.પાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર (Chhota Udaipur) માંથી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં મતદાન દરમિયાન બૂથની બહાર ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે ગાળાગાળી સાથે બબાલ થઇ હતી. ગુજરાતમાં તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

બસપા અને ભાજપના સમર્થકો એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા

મતદાન મથક પર ફરી એકવાર વિવાદિત માહોલ ઉભો થયો છે.મીડિયા અહેવાલ અનુસાર છોટાઉદેપુરમાં ચૂંટણીમાં મતદાન દરમિયાન બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. છોટા ઉદેપુરમાં બસપા અને ભાજપના સમર્થકો એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા, પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદાન મથક પર બસપાના મહિલા સમર્થક અસભ્ય વર્તન અને અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને બબાલ કરી રહ્યાં હતા, આ દરમિયાન ભાજપ સમર્થક કાર્યકર્તા ગિન્નાયા અને વાણીવિલાસ રોકવા અને સંભાળીને બોલવા ટકોર કરી હતી, આ પછી બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હતી. નગર પાલિકાના 7 બુથના 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

સાંજે 6 વાગ્યા સુધી મતદાન આપી શકશો

ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરુ થઈ ગયું છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે.

Scroll to Top