America News: ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) ની ફરી સરકાર બનવાથી અમેરીકા (america) માં સરકારી કર્મચારીઓ પર મોટી અસર જોવા મળી રહી છે. તેઓ રાષ્ટ્રપતિ બન્યા તેને એક મહિનો પણ પૂરો થયો નથી.આ સમય દરમિયાન ટ્રમ્પે 9500થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ (donald trump) સરકારી આવતા મહિનામાં પણ અનેક લોકોની નોકરી પરથી હાંકી કાઢશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
9500થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) બીજી વખત રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એલોન મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.આ નિર્ણયનો ઉદ્દેશ સરકારના ખર્ચને ઘટાડી શકાય તથા અદ્યતન ટેક્નોલોજી દ્વારા સરકારી કામકાજમાં શક્ય તેટલી કાર્યક્ષમતા વધારી શકાય.એલોન મસ્કની સલાહ પર મોટી સંખ્યામાં કેન્દ્રીય કર્મચારીઓની છટણી કરવામાં આવશે.
એલોન મસ્કની સલાહ પર લીધો નિર્ણય
અમેરિકા (america) એ આંતરિક,ઉર્જા,વેટરન,કૃષિ,આરોગ્ય અને માનવ સેવા વિભાગના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વતંત્ર નિગરાણી સંસ્થા,કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ પ્રોટેક્શન બ્યુરો સહિત કેટલીક એજન્સીઓને પણ બંધ કરવામાં આવી છે.આ છટણીમાં કોન્ટ્રેક્ટ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.ટેક્સ કલેક્શન એજન્સી અને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ પણ હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહ્યા છે.
ટ્રમ્પ સરકારે 20 લાખથી વધુ સરકારી કર્મચારીઓને નોટિસ મોકલી
જાન્યુઆરીમાં ટ્રમ્પ (donald trump) સરકારે 20 લાખથી વધુ સરકારી કર્મચારીઓને નોટિસ મોકલી હતી. જેમાં તેમને સ્વેચ્છાએ રાજીનામું આપવાની ઓફર કરવામાં આવી હતી, જેના બદલામાં તેમને સરકાર તરફથી 8 મહિનાનો પગાર આપવામાં આવશે. આ સાથે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ચેતવણી પણ આપી હતી કે જેઓ આ ઓફર સ્વીકારતા નથી તેમના માટે નોકરીની કોઈ ગેરંટી નથી.અમેરિકા (america) માં અત્યાર સુધીમાં 75 હજારથી વધુ સરકારી કર્મચારીઓએ આ વિકલ્પ પસંદ કરીને નોકરી છોડી દીધી છે.
America News:
america news