Government Job ની તૈયારી કરતા યુવકો માટે સારા સમાચાર,આટલા હજારની થશે ભરતી

Government Jobs: ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી ૨૫,૬૬૦ જગ્યાઓ ભરવા માટે બે તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બીજા તબક્કાની ભરતી (Gujarat Police recruitment) જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે, જેમાં 14,283 જગ્યાઓ ભરવામાં આવશે.

પોલીસ વિભાગમાં 14,283 જગ્યાઓ ભરવામાં આવશે

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ (Gujarat Police recruitment 2025) અને ભરતી પ્રક્રિયાને લઈને હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે આ માહિતી આપી છે. સરકાર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી કુલ ૨૫,૬૬૦ જગ્યાઓમાંથી પ્રથમ તબક્કામાં ૧૧ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. પ્રથમ તબક્કામાં ફિઝિકલ પરીક્ષા હાલમાં પ્રગતિમાં છે અને જુલાઈ મહિના સુધીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા બાદ પૂર્ણ કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા બાદ પૂર્ણ કરવામાં આવશે

સૌથી મહત્વની વાત એ છે કે, બીજા તબક્કાની ભરતી જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. આ બીજા તબક્કામાં બાકી રહેલી 14,283 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્ય સરકારે હાઈકોર્ટ (higcourt) ને ખાતરી આપી છે કે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત પોલીસ દળને વધુ મજબૂતી મળશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ થશે. પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.

 

Scroll to Top