AMRELI | પ્રોફેસરની હાજરીમાં જ વિદ્યાર્થીની સાથે…!

વધતી જતી દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓએ સમગ્ર ગુજરાત ગજવ્યું છે. તે વચ્ચે અમરેલીના સાવરકુંડલામાં પણ એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. અહીં કોલેજીયન યુવતી સાથે જાતીય સતામણીનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ, પીડિતા રાજકોટ કબડ્ડી રમવા ગઈ હતી. તે દરમિયાન કોલેજના પ્રોફેસરની હાજરીમાં જ વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થીએ અશ્લીલ હરકતો કરી હતી. જાતીય સતામણી કરનાર વિદ્યાર્થી સાબિર મલેક અને પ્રોફેસર એજાજ કાઝી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિધર્મી પ્રોફેસર અને વિદ્યાર્થી સામે 13 દિવસ અગાઉ જ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ કેસને લઇ તપાસ ચાલુ છે. હવે આગળ મેળવીએ ગુજરાતમાં તાજેતરમાં બનેલી કેટલીક ચકચારી દુષ્કર્મની ઘટનાઓ વિષેની માહિતી.

પ્રોફેસર એજાજ કાઝી

ગુજરાતનું પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? દુષ્કર્મના કેસમાં એકદમથી ઉછાળો કઈ રીતે આવ્યો? નાની બાળકીઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓ પણ આજે સુરક્ષિત નથી. તેમની સુરક્ષાનું શું? આ તમામ પ્રશ્નો આજે ગુજરાતની જનતા કરી રહી છે. હવે તેનું કારણ શું છે. તે જાણી લો તાજેતરમાં બનેલી બે ઘટનાઓ પરથી. સૌપ્રથમ વાત કરીએ વડોદરાની. વડોદરાના ભાયલીમાં નવરાત્રી પર્વ દરમિયાન 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જયારે આ કેસના તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ત્યાં ઉપસ્થિત વકીલો આક્રોશમાં આવી ગયા હતા અને આરોપીઓ પર ટપલીદાવ પણ કર્યો હતો. આ કેસને લઇને અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે. આવો જ કેસ સુરતથી પણ સામે આવ્યો છે. સુરતના માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સગીરા ગર્ભવતી થતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. આ મામલે પણ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળની તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થી સાબિર મલેક

આપણે વાત કરી ગુજરાતમાં તાજેતરમાં બનેલી દુષ્કર્મની બે ચકચારી ઘટનાઓ વિષે. જોકે, હજુ એવા ઘણા કેસ છે કે જે સામે નથી આવ્યા. હવે જોવાનું જ રહ્યું કે, આવા કેસ પર અંકુશ ક્યારે આવે છે. શું ગુજરાતની દીકરી ક્યારેય પોતાને સુરક્ષિત માની શકશે ખરા? આ પ્રશ્ન પર હવે સરકાર વિચાર કરે તો સારું.

Scroll to Top