America News: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) ના પ્રયાસોનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શોધી શકાતો નથી. વાટાઘાટો અને શાંતીથી યુદ્ધનો અંત લાવવા અને બંન્ને દેશો વચ્ચે શાંતિ હાંસલ કરવાનો એકમાત્ર માધ્યમ છે.
ભારત હંમેશા શાંતિના પક્ષમાં
અમેરિકા (america) ના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા યુદ્ધના મામલામાં શાંતિના પક્ષમાં રહ્યું છે. ભારત યુદ્ધને લઈને તટસ્થ નથી. ટ્રમ્પ (donald trump) સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે રશિયા અને યુક્રેન સાથે ભારતના નજીકના સંપર્કો છે.બંને દેશોના નેતાઓને મળ્યો છું. વિશ્વ માને છે કે ભારત આ વિષય પર તટસ્થ છે. પરંતુ હું મારી વાતને ફરીથી કરવા માંગુ છું કે ભારત ક્યારેય યુદ્ધને લઈને તટસ્થ રહ્યું નથી. તેમણે કહ્યું કે હું યુદ્ધ સમાપ્ત કરવા માટે સંભવિત ઉકેલ શોધવાના ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) ના પ્રયાસોનું સમર્થન કરું છું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત
યુદ્ધનો ઉકેલ ત્યારે જ મળી શકે છે જ્યારે આ મુદ્દા પર એક પ્લેટફોર્મ પર ચર્ચા કરવામાં આવે જ્યાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે પુતિન સાથે તેમની લાંબી અને અર્થપૂર્ણ વાતચીત થઈ છે અને તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટોમાં આગળ વધવા માટે સંમત થયા છે.ટ્રમ્પે (donald trump) કહ્યું કે તેઓ અને પુતિન બંને પોતપોતાની ટીમ વતી તરત જ વાતચીત શરૂ કરવા સંમત થયા છે. ભારત હંમેશા યુક્રેનના સંઘર્ષને વાતચીત અને શાંતીથી ઉકેલવા પર ભાર મૂકે છે.