Gujarat News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા (Mehsana) જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (bhupendr patel) આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરીને તમામ કામગીરી પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર સહયોગ માટે તત્પર છે.તેમણે વધુમાં કહ્યું કે શાળા પ્રવેશોત્સવ જેવા આયોજનો થકી અગાઉના સમયમાં શાળા ડ્રોપઆઉટ રેશિયો 35% હતો, જે આજે ઘટીને 1.98% સુધી પહોંચ્યો છે.
અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો
મહેસાણા જિલ્લાનો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી (bhupendr patel) એ જણાવ્યું હતું કે, મહેસાણા (Mehsana) જિલ્લામાં દીકરીઓનો શાળામાં એનરોલમેન્ટ રેશિયો 99.88% છે. શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે પણ સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે, જેનું ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ઉત્તમ ઉદાહરણ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે વડાપ્રધાનએ દેશમાં ‘કેચ ધ રેઇન’ ઝુંબેશ શરૂ કરાવી છે. જે અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા આ શાળામાં પણ કરવી જોઈએ અને શાળાની સાથે સાથે ગામમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી (bhupendr patel) એ સૂચવ્યું હતું.ગ્લોબલ વોર્મિંગ સામે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો આપણને જ વધુ લાભ થશે તેમ જણાવી દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને, તેનો ઉછેર કરીને એક પેડ માઁ કે નામ અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર સહયોગ માટે તત્પર
આ પ્રસંગે સાયલા ગુરુગાદી લાલજી મહારાજની જગ્યાના મહંતશ્રી દુર્ગાદાસજી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન પટેલ, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન તેમજ દાતાઓ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.