Gujarat:રાજ્ય સરકારે ST નિગમ માટે લીધો મોટો નિર્ણય,કર્મચારીઓના પેકેજમાં કર્યો વધારો

Gujarat: ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરાકરે માટી જાહેરાત કરી છે. ST વિભાગના કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો ચાલુ ફરજે કર્મચારીનું અવસાન છાય તેવા કિસ્સાઓમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. એસટી (st)  નિગમના કર્મચારીઓના હવે ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં 14 લાખ જેટલી સહાય ચૂકવાશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જાહેરાત કરી હતી.

હર્ષ સંધવીએ X પર માહિતી શેર કરી

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી (Harsh Sanghvi) એ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું ST નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યના મૂખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવાતા આર્થિક પેકેજમાં રૂ.8 થી 10 લાખ જેટલો વધારી કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય

રાજ્યમાં થોડા સમય પહેલા ST નિગમની કર્મચારીઓ માટે નિર્ણય કર્યો હતો. ST નિગમના કર્મચારીઓનાલ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે મોંધવારી ભથ્થામાં 4 ટકાના વધારો સાથે 50 ટકા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય st નિગમના કાર્મચારી માટે લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયબાદ st નિગમના કર્મચારીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

 

 

Scroll to Top