Gujrat Congress: રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના 7 વોર્ડના 28 ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktising Gohill) ની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી.આ સભામાં શક્તિસિંહએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. આ વિસ્તારમાં લોકોને પાણી ન મળતા હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા.વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કર્યો, લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત.
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આક્ષેપ
સભામાં શક્તિસિંહ ગોહિલે (Shaktising Gohill) ભાજપ સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરેલા વહીવટદારો દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું કામ કર્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે.તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય, પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે. મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત
કાર્યક્રમમાં AICC ઉત્તર ઝોનના ઈન્ચાર્જ સુભાસિની યાદવ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.