Delhi Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તાથી બહાર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી અને કાલકાજી બેઠક પરથી આપ ઉમેદવાર આતિશી (Atishi Marlena) નો વિજય થયો છે. અહીં ભાજપે રમેશ બિધુડીને અને કોંગ્રેસે અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા. આપના બંને વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા હતા અને જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયાને ભાજપના તજિંદર સિંહ મારવાહે હરાવ્યા હતા.
આતિશી માર્લેનાની 3000 હજાર મતોથી વિજય
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા આતિશી (Atishi Marlena) એ કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી લીધી છે. આતિશીએ ભારતીય જનતા પાર્ટીના રમેશ વિધુડીને કઠિન સ્પર્ધામાં હરાવ્યા છે. કાલકાજીમાં જીત સાથે, આમ આદમી પાર્ટી (AAP) એ આ બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી અહીં જીતની શોધમાં હતી અને આ વખતે પણ તેને નિરાશા મળી છે. આમ આદમી પાર્ટી (AAP) એ 2015 અને 2020 માં અહીં જીત મેળવી હતી અને આ વખતે તેણે હેટ્રિક પૂર્ણ કરી.
જંગપૂરમાં ભાજપની જીત
જંગપુરા વિધાનસભા બેઠક પરથી હાર્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા (manish sisodia) એ કહ્યું, “આપણે બધા કાર્યકરોએ સખત મહેનત કરીને ચૂંટણી લડી. જંગપુરાના લોકોએ પણ ઘણો પ્રેમ આપ્યો. પરંતુ અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું ભાજપના ઉમેદવારને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ લોકોની સેવા કરશે. અમે ક્યાં ભૂલ કરી તેનું વિશ્લેષણ કરીશું.