America Deportation વચ્ચે ગેરકાયદેસર થી લીગલ સ્ટેટસ મેળવવા માટેની સંપૂર્ણ માહિતી

America Deportation: અમેરિકામાં ટ્રમ્પે ઇલિગલ ઇમિગ્રન્ટસને દેશમાંથી રવાના કરવાની જાહેરાત કરી છે.. તેના કારણે અમેરિકા (America ) માં ગેરકાયદેસર અને દસ્તાવેજ વગર રહેતા લોકો ચિંતામાં છે.હવે સૌથી મોટો હિસ્સો ગુજરાતીઓનો છે કેમ કે ગુજરાતીઓને પહેલેથી કોઈપણ રીતે અમેરિકા જવાનો ક્રેઝ વધારે જ રહ્યો છે.આજની તારીખમાં પણ અમેરિકા (America ) જવા માંગે છે.પણ એટલી બીવાની જરૂર નથી.ઈલીગલ ઈમીગ્રંટ છે એટલે એમને સીધા કાઢી જ મુકશે એમ ના વિચારશો દરેક વ્યક્તિને જોખમ નથી.અમેરિકન સરકારની પ્રાયોરિટી ક્રિમિનલ રેકોર્ડ વાળા અને થોડા સમય અગાઉ બોર્ડર ક્રોસ કરીને આવેલાને ડિપોર્ટ કરવાની જ રહેશે.અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેતા લોકો પાસે હજુ ઘણા રસ્તા છે.

ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે

કાગળિયા કે દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકા (America )  ના સિટીઝન કે કાયદેસરના પરમેનેન્ટ રેસિડેન્ટ જોડે લગ્ન કરે તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હેઠળ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે.જો પેરેન્ટ એટલે કે માતા-પિતા બાળક કે ભાઈ બહેન અમેરિકા (America )  માં સિટીઝન કે પરમેનેન્ટ રેસિડેન્ટ હોય તો ફેમિલી બેઝ પીટીશનના આધારે ક્વોલીફાય થઈ શકે છે.આ ઉપરાંત અસાઇલમ કે, રેફ્યુજી સ્ટેટસ કે જે આપણે ડંકી મુવીમાં જોયેલું જો કોઈ વ્યક્તિ પોતાના દેશમાં રંગભેદ ધાર્મિક ભેદભાવ નેશનાલિટી કે પોલિટિકલ ઓપિનિયન જેમાં રાજકીય ભાવનાથી થઈ રહેલ અત્યાચારથી પીડિત હોય તો એ અમેરિકામાં એન્ટર થયાના એક વર્ષમાં અસાઈલમ હેઠળ ક્વોલીફાય થઈ શકે છે. અરજી મંજૂર થઈ જાય તો એ એક વર્ષ પછી ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે.ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ તો અમુક દેશોના કેટલાક ઇમિગ્રન્ટસ યુદ્ધ, પૂર, ભૂકંપ, વાવાજોડા અને આગ જેવી કુદરતી આપત્તિ કે અન્ય કોઈ મોટા ક્રાઈસીસના આધારે ટેમ્પરરી પ્રોટેકટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ માટે ક્વોલીફાય થઈ શકે છે.જેમાં ટેમ્પરરી પ્રોટેકશન અને વર્ક પરમિટ મળી શકે છે.ડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજો વગરનું ઇમિગ્રન્ટ અમુક ક્રાઈમથી પીડિત હોય જેમ કે ડોમેસ્ટિક વાયોલેન્સ હ્યુમન ટ્રાફિકિંગ કે જીવલેણ હુમલો અને એ વ્યક્તિ કાયદાકીય પ્રક્રિયાને સહકાર આપતો હોય તો એ અમેરિકા (America ) માં વિઝા માટે ક્વોલીફાય થઈ શકે છે.પરમેનેન્ટ રેસિડેન્સી પણ મળી શકે છે એમ્પ્લોયન્ટ બેઝ સ્પોન્સરશીપ તો કેટલાક દસ્તાવેજો વગરના ઇમિગ્રન્ટ વર્ક બેઝ ગ્રીન કાર્ડ માટે એલિજીબલ થઈ શકે છે. નોકરી કરે છે એ સ્પોન્સર કરવા તૈયાર હોય અને એની કન્ડિશન અને ક્રાઇટેરિયા પ્રમાણે હોય તો જો કોઈ દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકા (America )  માં 1 જાન્યુઆરી 1972 થી સતત રહે છે તે લીગલ સ્ટેટસ વગર પણ રજીસ્ટ્રી એક્ટ હેઠળ ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરી શકે છે.

ટ્રમ્પની જાહેરાત પર અમેરિકામાં જ ઘણો વિરોધ થયો હતો

અમુક દેશોમાં જે જમીન પર બાળકનો જન્મ થાય ને એ દેશનો એને નાગરિક ગણવામાં આવે છે.અમેરિકા (America ) માં જન્મનારું બાળક અમેરિકન નાગરિક ઓટોમેટીક જ બની જાય છે.અમેરિકા કેનેડા સહિત યુરોપના કેટલાક દેશો સહિત કુલ 30 દેશો છે.જ્યારે ભારત સહિત બાકીના દેશોમાં માં બાપ જો એ દેશના સિટીઝન હોય તો જ એમને નાગરિકતા મળે એવો નિયમ છે.અમેરિકન (America ) નાગરિકતા મેળવવા માટે હજુ એક રસ્તો છે.બર્થ રાઇટ સિટીઝનશીપનો જેમાં માં બાપ અમેરિકા (America ) ના ના હોય બીજા કોઈપણ દેશ દેશના હોય પણ બાળકનો જન્મ અમેરિકા (America ) માં થાય એટલે ઓટોમેટીક અમેરિકન સિટીઝન બની જાય છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા (America )  માં બર્થ રાઇટ સિટીઝનશીપ બંધ કરવા માટે એક એક્ઝીક્યુટિવ ઓર્ડર સાઈન કરેલો જેમાં આ કાયદો 20 ફેબ્રુઆરીથી રદ્દ થઈ જવાનો હતો પણ ટ્રમ્પની આ જાહેરાત પર અમેરિકા (America )  માં જ ઘણો વિરોધ થયેલો અને કોર્ટમાં અરજી થઈ હતી.

150 વર્ષ જૂના કાયદામાં પરીવર્તન

આ નિયમ અમેરિકા (America )  માં 150 વર્ષ કરતાય જૂનો છે અને અમેરિકાના બંધારણનો હિસ્સો છે.કોર્ટે ટ્રમ્પના આ ઓર્ડરને સ્પષ્ટ રીતે રોક લગાવી દીધી છે.બર્થ રાઇટ સિટીઝનશીપ માટે વર્ષોથી જે નિયમો હતા એ જ હાલમાં છે ટ્રમ્પના કહેવાથી એ બંધ નથી થઈ રહ્યો.હવે આ બર્થ ટુરિઝમથી કેવી રીતે બાળક જ નહીં પણ એના માં બાપે અમેરિકાની સિટીઝનશીપ મેળવી શકે છે.સૌથી પહેલા પેરેન્ટ્સ ભણવાના કે રિસર્ચ કે નાની મોટી નોકરીના બાને કે પછી ટુરિસ્ટ વિઝા લઈને અમેરિકા (America )  માં ત્યાં સુધી રોકાય કે જ્યાં સુધી બાળકનો જન્મ ના થઈ જાય પછી સરકાર સામે અમુક દલીલે કરતા કે ભઈ છોકરું નાનું છે તો એને છોડીને કેવી રીતે જઈ શકીએ એટલે એવું કહીને પોતાની રોકાવાની મુદતને વધારવા લાગે કે પછી નાગરિકતાની ડિમાન્ડ કરવા લાગે એટલે અમેરિકન સરકારે એના દુરુપયોગ પરે નિયમો બનાવી દીધા છે.અમેરિકા (America )  માં જન્મેલું બાળક 21 વર્ષનું થતાં પહેલાં પોતાના પેરેન્ટ્સના ગ્રીન કાર્ડ માટે એપ્લાય ના કરી શકે સાથે જ બાળકે સાબિત કરવું પડે કે આર્થિક રીતે મજબૂત છે અને પેરેન્ટ્સ ત્યાં રહીને અમેરિકન લોકો પર બોજ નહીં બને તો ગ્રીન કાર્ડ મળ્યા પછી પણ પેરેન્ટ્સ નાગરિકતા માટે બીજા પાંચ વર્ષ પછી અરજી કરી શકે છે. જો કે આ બર્થ સિટીઝન રાઈટ નો ફાયદો જોઈએ તો બાળકને અમેરિકન સિટીઝનશીપ મળવાથી યુએસ નો પાસપોર્ટ મળી જાય અમેરિકા (America )  માં ઓછા ખર્ચે ભણી શકે સ્કોલરશીપ મળે અને હેલ્થકેર ફેસિલિટી સારી મળે જોબ બેનિફિટ મળે અમેરિકન (America ) સિટીઝન્સ ને મળતા દરેક ફાયદા મળે અને મેઈન કે જ્યારે 21 વર્ષની ઉંમર થાય એટલે એને સ્પોન્સર કરવાથી એના ફેમિલી મેમ્બર્સ કાયદેસર અમેરિકા (America ) રહી શકે.

Scroll to Top